Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારી રેલ્વે ટ્રેક નજીક મહિલા બેભાન હાલતમાં મળી:સિવિલમાં દાખલ કરાઈ, પોલીસ દ્વારા પરિવારજનોની શોધખોળ શરૂ

    1 day ago

    નવસારી રેલ્વે સ્ટેશન નજીક મુંબઈ-અમદાવાદ મેઈન લાઈન પરથી ગત મોડી રાત્રે એક અજાણી મહિલા બેભાન હાલતમાં મળી આવતાં ચકચાર મચી ગઈ છે. સ્થાનિકોની જાણ બાદ ઘટનાસ્થળે પહોંચેલી રેલ્વે પોલીસે 108 ની મદદથી મહિલાને સારવાર માટે નવસારીની સિવિલ હોસ્પિટલમાં ખસેડીને આગળની તપાસ હાથ ધરી છે. સ્થાનિકોની જાણ બાદ રેલ્વે પોલીસ અને 108 ની કામગીરી રેલ્વે ટ્રેક પાસે મહિલાને બેભાન હાલતમાં જોઈને આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને તુરંત રેલ્વે પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મહિલાની ગંભીર સ્થિતિને જોતાં 108 ઇમરજન્સી સેવા બોલાવી હતી, જેની ટીમે સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપી મહિલાને સિવિલ હોસ્પિટલ પહોંચાડી હતી. મહિલાની ઓળખ છતી કરવા પોલીસનું સંયુક્ત સર્ચ ઓપરેશન હાલ નવસારી સિવિલ હોસ્પિટલમાં મહિલાની સારવાર ચાલી રહી છે, પરંતુ તે અસાન ભાનમાં હોવાથી તેની ઓળખ થઈ શકી નથી. મહિલા કોણ છે અને તેના પરિવારજનો ક્યાંના રહેવાસી છે તે શોધવા માટે નવસારી સ્થાનિક પોલીસ અને રેલ્વે પોલીસ દ્વારા સંયુક્ત રીતે તપાસ હાથ ધરવામાં આવી છે. સીસીટીવી ચકાસણી અને તમામ દિશાઓમાં તપાસ તેજ પોલીસ દ્વારા આસપાસના વિસ્તારો તથા અન્ય પોલીસ સ્ટેશનોમાં ગુમ થયેલા લોકોની યાદી ચકાસવામાં આવી રહી છે. મહિલા ચાલુ ટ્રેને પડી ગઈ હતી કે અન્ય કોઈ દુર્ઘટના બની હતી તે જાણવા માટે પોલીસે સ્ટેશન આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવીને સ્થાનિક લોકોની પૂછપરછ હાથ ધરી છે..
    Click here to Read More
    Previous Article
    યુવકને નશીલુ પીણું પીવડાવી સાથી કર્મીએ ₹900ની લૂંટ ચલાવી:નારોલમાં શેઠ સહિત 6 શખસે પાઇપ-સળિયાથી લોહીલુહાણ કરી પત્નીની લારી પાસે ફેંકી દીધો
    Next Article
    સોનાની કિંમત 5 દિવસમાં ₹7,064 વધીને ₹1.49 લાખ પહોંચી:ચાંદી ₹14,094 મોંઘી થઈ, એક કિલોની કિંમત ₹2.31 લાખે પહોંચી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment