Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાકરાપાર પોલીસે ગેરકાયદેસર પશુઓની હેરાફેરી ઝડપી:બે આરોપીઓની ધરપકડ, ₹9 લાખનો મુદ્દામાલ જપ્ત

    3 days ago

    તાપી જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવા ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત કાકરાપાર પોલીસે ગેરકાયદેસર પશુઓની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. પોલીસે રામપુરા ગામ નજીક વાહન ચેકિંગ દરમિયાન બે આરોપીઓની ધરપકડ કરી કુલ ₹9 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કાકરાપાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.કે. પટેલના માર્ગદર્શન હેઠળ હનુમાન મંદિર પાસે વાહન ચેકિંગ ચાલી રહ્યું હતું. તે દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલા એક આઇસર ટેમ્પો (નંબર: GJ-16-AW-0405) ને રોકવામાં આવ્યો હતો. ટેમ્પોની તલાશી લેતા તેમાંથી 15 નંગ મોટી ભેંસો મળી આવી હતી. પોલીસે ₹6,00,000/- ની કિંમતની ભેંસો અને ₹3,00,000/- ની કિંમતનો આઇસર ટેમ્પો મળી કુલ ₹9,00,000/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે પોલીસે સ્થળ પરથી મહંમમદ હુસેન યાકુબભાઈ મલેક (રહે. ભાલોદ તરસાલીગામ, તા. ઝઘડિયા, જિ. ભરૂચ) અને ઉમાઇન જહાંગીર મુલ્તાની (રહે. ઝંખવાવ, તા. માંગરોળ, જિ. સુરત) નામના બે આરોપીઓની અટકાયત કરી છે. પશુઓ ટેમ્પોમાં ભરાવી આપનાર અન્ય એક આરોપી સલીમ દિવાન (રહે. ઝંખવાવ, તા. માંગરોળ, જિ. સુરત) ને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. કાકરાપાર પોલીસ સ્ટેશનમાં આ અંગે ગુનો નોંધી કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગરમાં IITEનું ₹127 કરોડનું અદ્યતન કેમ્પસ બનશે:600 વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ, આધુનિક લેબ-લાયબ્રેરી સહિતની સુવિધાઓ
    Next Article
    મોખાણામાં દીપડો પાંજરા નજીકથી કેમેરો તોડી નાસી છૂટ્યો:વનવિભાગની પકડવાની યોજના નિષ્ફળ, ગ્રામજનોમાં ભય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment