Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોખાણામાં દીપડો પાંજરા નજીકથી કેમેરો તોડી નાસી છૂટ્યો:વનવિભાગની પકડવાની યોજના નિષ્ફળ, ગ્રામજનોમાં ભય

    3 days ago

    જામનગર તાલુકાના નવી મોખાણા ગામની સીમમાં છેલ્લા કેટલાક દિવસોથી દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે. વનવિભાગે દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવ્યું હતું, પરંતુ દીપડો પાંજરા સુધી આવીને ટ્રેપ કેમેરો તોડી નાસી છૂટ્યો હતો. આ ઘટનાથી ગ્રામજનોમાં ભયનો માહોલ વધુ ઘેરો બન્યો છે. એક સપ્તાહ પહેલાં નવી મોખાણા ગામની સીમમાં દીપડાના આંટાફેરા અંગે ગ્રામજનોએ ફરિયાદ કરી હતી. વનવિભાગની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ કરતા દીપડાના પગલાંના નિશાન મળી આવ્યા હતા, જેનાથી દીપડાની હાજરીની સત્તાવાર પુષ્ટિ થઈ હતી. શરૂઆતમાં બે દિવસ સુધી દિવસ-રાત સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું, પરંતુ કોઈ સગડ ન મળતા વનવિભાગે દીપડો અન્યત્ર ચાલ્યો ગયો હોવાનું અનુમાન લગાવ્યું હતું. જોકે, રવિવારે ગ્રામજનોએ ફરીથી દીપડાનો અવાજ સાંભળ્યો હોવાની ફરિયાદ કરતા વનવિભાગ ફરી સક્રિય બન્યું હતું. દીપડાને પકડવા માટે વનવિભાગ દ્વારા સીમમાં એક ખાસ પાંજરું ગોઠવવામાં આવ્યું હતું, જેમાં મારણ પણ મૂકવામાં આવ્યું હતું. દીપડાની ગતિવિધિ પર નજર રાખવા માટે પાંજરા પાસે એક ટ્રેપ કેમેરો પણ લગાવવામાં આવ્યો હતો. સોમવારે રાત્રે દીપડો પાંજરાની બિલકુલ નજીક સુધી પહોંચી ગયો હતો. પરંતુ, મારણ હોવા છતાં તે પાંજરાની અંદર ન ગયો. દીપડાએ ત્યાં ગોઠવેલો ટ્રેપ કેમેરો તોડી નાખ્યો અને ત્યાંથી નાસી છૂટ્યો. જોકે, ભાગતા પહેલાં તેની આ સમગ્ર હિલચાલ કેમેરામાં કેદ થઈ ગઈ હતી. દીપડો હજુ પણ ગામની સીમમાં સક્રિય હોવાનું સાબિત થતાં સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. વનવિભાગની ટીમ હવે વધુ સતર્ક બની છે અને દીપડાને વહેલી તકે પાંજરે પૂરવા માટે નવી વ્યૂહરચના સાથે પ્રયાસો કરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    કાકરાપાર પોલીસે ગેરકાયદેસર પશુઓની હેરાફેરી ઝડપી:બે આરોપીઓની ધરપકડ, ₹9 લાખનો મુદ્દામાલ જપ્ત
    Next Article
    ‘Treated me like I was 16’: Saif Ali Khan shocked after finding Kartavya ‘child star’ is 33

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment