Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં સાયબર ફ્રોડના બે બનાવો:ગેસ બિલ અપડેટ અને સિનિયર સિટીઝન ડેબિટ કાર્ડના નામે ₹9 લાખની છેતરપિંડી

    2 days ago

    શહેરમાં સાયબર ક્રાઇમના બનાવો સતત વધી રહ્યા છે, ત્યારે ગેસ બિલ અપડેટ કરવાના બહાને સેટેલાઇટના એક આધેડના બેંક ખાતામાંથી સાયબર ગઠિયાઓએ રૂ.3.70 લાખ પડાવી લીધા હતા, જ્યારે સિનિયર સિટીઝન માટે ડેબિટ કાર્ડ આપવાની લાલચ આપીને પ્રહલાદનગરના એક પરિવારના ખાતામાંથી રૂ.5.65 લાખની ઉચાપત કરવામાં આવી હતી. આ બંને સાયબર ફ્રોડ અંગે સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે. બિલ નહીં ભરો તો ગેસ કનેક્શન કાપી નાખવામાં આવશે સેટેલાઇટના અક્ષરધારા-2માં રહેતા વિનાયક શંકર મોરે (59) રીગલ શૂઝ નામની કંપનીમાં રિજનલ મેનેજર તરીકે ફરજ બજાવે છે. તેઓ એકાદ મહિના પહેલાં કંપનીના કામથી સુરત જઈ રહ્યા હતા. ત્યારે જ તેમના વોટ્સએપ પર એક નોટિસનો મેસેજ આવ્યો હતો. તેમણે મેસેજ ચેક કરતાં તેમાં જણાવવામાં આવ્યું હતું કે, તેમનું ગેસ બિલ ભરાયું નથી અને જો તાકીદે બિલ ભરવામાં નહીં આવે તો ગેસ કનેક્શન કાપી નાખવામાં આવશે. આ મેસેજને પગલે વિનાયક મોરેએ સંબંધિત નંબર પર કોલ કરીને ખરાઈ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, તેઓ નિયમિત રીતે ગેસ બિલ ભરે છે. ત્યારે સામેથી ફોન કરનારે તેમનું બિલ અપડેટ થયું ન હોવાનું જણાવ્યું હતું અને બિલ અપડેટ કરવાના બહાને એક APK ફાઇલ મોકલી હતી. આ ફાઇલ તેમને ડાઉનલોડ કરાવવામાં આવી હતી. આ દરમિયાન કોલ પણ આશરે અડધો કલાક સુધી ચાલુ રાખવામાં આવ્યો હતો. આ સમયગાળા દરમિયાન મોરેના બેંક ખાતામાંથી ચાર અલગ-અલગ ટ્રાન્ઝેક્શન મારફતે કુલ રૂ. 3.70 લાખ ઉપડી ગયા હતા. આ અંગે જાણ થતાં તેમણે સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. ડેબિટ કાર્ડ આપવાની લાલચે રૂ.5.65 લાખની ઉચાપત પ્રહલાદનગરમાં રહેતાં પૂજા મયંકભાઈ દવેએ સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે કે, ચાર દિવસ પહેલાં તેમના પિતા મયંકભાઈના મોબાઇલ પર એક ફોન આવ્યો હતો. ફોન કરનારે મયંકભાઈને જણાવ્યું હતું કે, સિનિયર સિટીઝન માટે બેંક દ્વારા ડેબિટ કાર્ડ આપવાની સ્કીમ શરૂ કરવામાં આવી છે. આ માટેની વિગતો એક ફોર્મમાં ભરવાનું કહીને તેમને APK ફાઇલ મોકલવામાં આવી હતી. જોકે, મયંકભાઈના મોબાઇલમાં આ ફાઇલ ઇન્સ્ટોલ થઈ શકી નહોતી. આથી પૂજાબેને ફોન પર વાત કરી હતી. ત્યારે સામેથી ફોન કરનારે પૂજા દવેના મોબાઇલમાં APK ફાઇલ ડાઉનલોડ કરવાનું કહી ફાઇલ મોકલી હતી. આ ફાઇલ ડાઉનલોડ કર્યા બાદ સાયબર ગઠિયાઓએ તેમના મોબાઇલનો કમાન્ડ મેળવી લીધો હતો અને પૂજાના બેંક ખાતામાંથી અલગ-અલગ ત્રણ ટ્રાન્ઝેક્શન મારફતે રૂ. 5.65 લાખ ટ્રાન્સફર કરી લીધા હતા.આ અંગે પૂજા દવેએ સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    Why Sam Altman is the Most Dangerous CEO in the World | OpenAI
    Next Article
    હિલડ્રાઈવ સોસાયટીમાં ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું:સંસ્કાર મંડળનો શખ્સ ગેસ સિલિન્ડર એકના ડબલ કરતો હતો, 42 સિલિન્ડર સહિત ₹55000નો મુદ્દામાલ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment