Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિલડ્રાઈવ સોસાયટીમાં ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું:સંસ્કાર મંડળનો શખ્સ ગેસ સિલિન્ડર એકના ડબલ કરતો હતો, 42 સિલિન્ડર સહિત ₹55000નો મુદ્દામાલ જપ્ત

    2 days ago

    ભાવનગર પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે શહેરના સંસ્કાર મંડળ વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાં દરોડો પાડી ગેરકાયદે રાંધણ ગેસ સિલિન્ડરમાંથી ગેસ રિફિલિંગ કરવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. પોલીસે દરોડા દરમિયાન સ્થળ પરથી 42 ગેસ સિલિન્ડર, બે ઈલેક્ટ્રિક મોટર અને બે ડિજિટલ વજનકાંટા સહિત કુલ રૂ.55,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે આ મામલે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં મકાનમાલિક શખસ સામે આવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળ ગુનો નોંધ્યો છે. ખાલી સિલિન્ડરમાં ગેરકાયદે રીતે ગેસ રિફિલિંગ ભાવનગર પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે સંસ્કાર મંડળ, હિલ ડ્રાઈવ સોસાયટી (પ્લોટ નં. 2222, ઈ/7, ખોડલ કૃપા) ખાતે રહેતો મહેન્દ્રસિંહ રણજીતસિંહ વાળા પોતાના રહેણાંક મકાનમાં એલ.પી.જી. ગેસના ભરેલા સિલિન્ડરમાંથી ખાલી સિલિન્ડરમાં ગેરકાયદે રીતે ગેસ રિફિલિંગ કરવાનું કૌભાંડ ચલાવે છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડી મકાનની તલાશી લેતાં વિવિધ કંપનીઓ (રિલાયન્સ, HP, ઈન્ડિયન, ભારત ગેસ)ના કોમર્શિયલ અને નાના મળીને કુલ 42 ગેસ સિલિન્ડર (કિંમત રૂ.43,100), રિફિલિંગ નોઝલ સાથેની 2 ઈલેક્ટ્રિક મોટર (કિંમત રૂ.2,400) અને 2 ડિજિટલ વજનકાંટા (કિંમત રૂ.10,000) મળી આવ્યા હતા. લાઈટબિલ સહિત કુલ રૂ.55,500નો મુદ્દામાલ કબજે લીધો દરોડા દરમિયાન આરોપી મહેન્દ્રસિંહ વાળા હાજર મળી આવ્યો ન હતો. પેરોલ ફર્લો સ્ક્વોડે તમામ સામગ્રી અને લાઈટબિલ સહિત કુલ રૂ.55,500નો મુદ્દામાલ કબજે લીધો છે. નિલમબાગ પોલીસ મથકમાં આરોપી સામે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ (Essential Commodities Act) ની કલમ 3 અને 7 મુજબ ગુનો દાખલ કરી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં સાયબર ફ્રોડના બે બનાવો:ગેસ બિલ અપડેટ અને સિનિયર સિટીઝન ડેબિટ કાર્ડના નામે ₹9 લાખની છેતરપિંડી
    Next Article
    Sabar Dairy Election | સાબરડેરી અને સાબરકાંઠા બેંકની ચૂંટણી મોકૂફ | Sabar Bank | Gujarati News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment