Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    છોટાઉદેપુરના એકલબારામાં નવી જિલ્લા જેલનું ખાતમુહૂર્ત:રાજ્યમંત્રી કમલેશ પટેલના હસ્તે ₹86.64 કરોડના પ્રોજેક્ટનો પ્રારંભ

    6 days ago

    છોટાઉદેપુરના એકલબારા ખાતે નવી જિલ્લા જેલના નિર્માણ માટે રાજ્યકક્ષાના મંત્રી કમલેશ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે, જે કુલ ૮૬.૬૪ કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામશે. આ પ્રસંગે લોકસભા સાંસદ જશુ રાઠવા, છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા અને જેતપુર પાવીના ધારાસભ્ય જયંતી રાઠવા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ નવી જેલ ૨૨.૦૫૩ એકર જેટલી વિશાળ જગ્યામાં ફેલાયેલી હશે. હાલની છોટાઉદેપુર સબ જેલની ક્ષમતા માત્ર ૧૦૭ કેદીઓની છે. તેની સરખામણીમાં, નવી જેલમાં ૪૯૦ પુરુષ અને ૬૫ સ્ત્રી કેદીઓ મળીને કુલ ૫૫૫ કેદીઓને સમાવવાની ક્ષમતા હશે. સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને, જેલની ફરતે ૨૧ ફૂટ ઊંચી આર.સી.સી. કમ્પાઉન્ડ વોલ અને ડીસી લાઈવ વાયર સિસ્ટમ સ્થાપિત કરવામાં આવશે. જેલ પરિસરમાં પોલીસ કર્મચારીઓ માટે આધુનિક આવાસો પણ બનાવવામાં આવશે. આ ઉપરાંત, હોસ્પિટલ, લાઈબ્રેરી, વિડીયો કોન્ફરન્સ રૂમ, આંગણવાડી, આર.ઓ. પ્લાન્ટ અને ઓપન એર થિયેટર જેવી અનેક સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવાશે. આ નિર્માણ કાર્ય મે ૨૦૨૮ સુધીમાં પૂર્ણ થવાનો અંદાજ છે.
    Click here to Read More
    Previous Article
    વાલીઓને રાહત, નવા સત્રથી સ્કૂલ વાન-રિક્ષાના ભાડા નહીં વધે:સ્કૂલ વર્ધી એસોસિએશનની બેઠકમાં મોટો નિર્ણય, 2024માં નક્કી કરાયેલા ભાડા જ યથાવત રહેશે
    Next Article
    વેરાવળમાં માછલી પરિવહન માટે તાલપત્રી-પ્લાસ્ટિક કવર ફરજિયાત:ચીકણા રોડથી અકસ્માત રોકવા માછીમારો-પોલીસ સંવાદમાં મોટો નિર્ણય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment