Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળમાં માછલી પરિવહન માટે તાલપત્રી-પ્લાસ્ટિક કવર ફરજિયાત:ચીકણા રોડથી અકસ્માત રોકવા માછીમારો-પોલીસ સંવાદમાં મોટો નિર્ણય

    6 days ago

    વેરાવળ બંદર અને સોમનાથ રોડ પર માછલીના પાણી અને જૈવિક કચરાને કારણે રસ્તાઓ અત્યંત ચીકણા બનતા અકસ્માતો વધી રહ્યા હતા. આ સમસ્યાના નિરાકરણ માટે વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે માછીમારો સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં 500થી વધુ માછીમારો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં વેરાવળ સીટી પોલીસ ઇન્સ્પેક્ટર જે. એન. ગઢવી અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ઇન્ચાર્જ પીઆઇ ડી.એમ. કાગડા હાજર રહ્યા હતા. અધિકારીઓએ જિલ્લા કલેકટરના જાહેરનામાની વિસ્તૃત સમજ આપી હતી અને રસ્તા પર માછલીના પાણી ઢોળાવાથી થતા અકસ્માતોના જોખમ અંગે ચેતવણી આપી હતી. ચર્ચા દરમિયાન સર્વાનુમતે નિર્ણય લેવાયો કે માછલીના પરિવહન દરમિયાન છકડો રીક્ષા અને અન્ય વાહનોમાં તાલપત્રી અને પ્લાસ્ટિક કવરનો ફરજિયાત ઉપયોગ કરવો. આ પગલાંથી રસ્તા પર પાણી ઢોળાતું અટકશે અને ચીકાશનું પ્રમાણ ઘટશે, જેના પરિણામે અકસ્માતોમાં ઘટાડો થશે. બીજી તરફ, માછીમાર સમુદાયે રજૂઆત કરી હતી કે વેરાવળ-સોમનાથ રોડ પર ચાલી રહેલા ફ્લાયઓવરનું કામ ધીમું છે. આ કારણે બંદરના રસ્તાનો વૈકલ્પિક માર્ગ તરીકે ઉપયોગ થતો હોવાથી ટ્રાફિક વધ્યો છે અને સમસ્યા વધુ ગંભીર બની છે. માછીમારોએ ફ્લાયઓવરનું કામ ઝડપી પૂર્ણ કરવાની માંગ કરી, જેથી લાંબા ગાળાનો ઉકેલ મળી શકે. નોંધનીય છે કે વેરાવળ બંદર વિસ્તારમાં "જવલા" જેવી માછલીના પરિવહન દરમિયાન પાણી રોડ પર ઢોળાતા રસ્તા અત્યંત ચીકણા બની જાય છે, જેના કારણે અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. હાલ માટે પોલીસ અને માછીમાર સમુદાય વચ્ચે સુમેળ સાધીને લેવાયેલા આ નિર્ણયોથી સમસ્યાના ઉકેલ તરફ સકારાત્મક પગલું ભરાયું છે.
    Click here to Read More
    Previous Article
    છોટાઉદેપુરના એકલબારામાં નવી જિલ્લા જેલનું ખાતમુહૂર્ત:રાજ્યમંત્રી કમલેશ પટેલના હસ્તે ₹86.64 કરોડના પ્રોજેક્ટનો પ્રારંભ
    Next Article
    Kutch Rescue Operation | 8 જેટલા લોકો રણમાં રસ્તો ભૂલી જતા રેસ્ક્યૂ | Road | Rain | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment