Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત મનપાની સ્થાયી સમિતિમાં ₹86 કરોડના કામની 9 દરખાસ્ત રજૂ:2 ટકા વધારાના ડિસ્કાઉન્ટની શરતે એજન્સીને વર્ક ઓર્ડરની વિચારણા, કતારગામમાં રોડના કામ માટે 17 કરોડની દરખાસ્ત

    2 days ago

    સુરત મહાનગરપાલિકામાં છેલ્લા ત્રણ મહિનાથી અટકી પડેલા રસ્તા, પાણી અને ગટર સહિતના મહત્વપૂર્ણ વિકાસ કાર્યોને ફરી વેગવંત કરવા માટે પાલિકા તંત્ર સક્રિય બન્યું છે. આજે મળનારી સ્થાયી સમિતિની બેઠકમાં કુલ ₹ 86 કરોડના ખર્ચે થનારા નવ જેટલા મોટા વિકાસ કામોની દરખાસ્તો મંજૂરી અર્થે રજૂ કરવામાં આવી છે. પ્રદેશ ભાજપના નિર્દેશો બાદ ઊભી થયેલી સ્થિતિ વચ્ચે હવે બે ટકાના વધારાના ડિસ્કાઉન્ટની ફોર્મ્યુલા અજમાવીને આ પ્રોજેક્ટ્સને લીલીઝંડી આપવાની તૈયારીઓ ચાલી રહી છે, જેના કારણે શાસક પક્ષના અંતિમ વલણ પર સૌની મીટ મંડાઈ છે. એજન્સી પાસેથી વધારાનું 2 ટકા ડિસ્કાઉન્ટ મેળવવા વિચારણા પાલિકામાં નવી ચૂંટાયેલી પાંખની મુદત શરૂ થતાં જ એજન્સીઓ પાસેથી પાર્ટી ફંડ ન લેવા સહિતની પ્રદેશ સંગઠનની સૂચનાઓ અમલમાં મૂકવામાં આવી હતી. જોકે, સ્પષ્ટ માર્ગદર્શિકાના અભાવે છેલ્લા ત્રણ મહિનાથી ₹ 1 કરોડથી વધુ રકમના કામો સ્થાયી સમિતિ કે અન્ય સમિતિઓના એજન્ડા પર મૂકવાનું ટાળવામાં આવતું હતું. આ વહીવટી મડાગાંઠ ઉકેલવા અગાઉ ટેન્ડર ભરનારી એજન્સીઓ પાસે 6 ટકાનો વધારાનો ભાવ ઘટાડો કરાવવાની યોજના હતી, પરંતુ એજન્સીઓની અસંમતિ તથા વ્યવહારુ મુશ્કેલીઓને કારણે તે સફળ થઈ શકી નહોતી. હવે સૌથી નીચો ભાવ ભરનાર એજન્સી પાસેથી વધારાનું બે ટકા ડિસ્કાઉન્ટ મેળવીને વર્ક ઓર્ડર આપવાની નવી નીતિ પર વિચારણા ચાલી રહી છે, જ્યારે આ શરત ન સ્વીકારનાર એજન્સીઓના ટેન્ડર રદ કે દફતરે થવાની શક્યતા પણ જોવાઈ રહી છે. મોટાભાગની દરખાસ્ત રસ્તાના કામની સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરાયેલા આ ટેન્ડરોમાં 21.60 ટકા નીચા ભાવથી લઈને 15.30 ટકા ઊંચા ભાવ સુધીની દરખાસ્તોનો સમાવેશ થાય છે. આ કામોમાં કતારગામ ઝોનમાં રસ્તા કાર્પેટ-રિકાર્પેટ માટે ₹ 17.17 કરોડ, સેન્ટ્રલ ઝોનમાં રસ્તાના કામો માટે ₹ 15.60 કરોડ, અઠવા ઝોનમાં રસ્તા માટે ₹ 17.98 કરોડ તથા સીસી રોડ માટે ₹ 10.25 કરોડની દરખાસ્ત મુખ્ય છે. આ ઉપરાંત સરથાણામાં સીસી રોડ માટે ₹ 4.58 કરોડ અને વરાછા ઝોનમાં રસ્તા રિપેરિંગ માટે ₹ 8.62 કરોડના કામોનો સમાવેશ થાય છે. પાણી પુરવઠાના અન્ય ₹ 3.90 કરોડના કામો મંજૂરી માટે મુકાયા જળ વિતરણ વ્યવસ્થા સુદ્રઢ કરવા માટે મગોબ જળ વિતરણ મથક ખાતે ₹ 6.46 કરોડ, ઉમરવાડા જળ વિતરણ મથકે નેટવર્ક માટે ₹ 1.32 કરોડ તથા પાણી પુરવઠાના અન્ય ₹ 3.90 કરોડના કામો મંજૂરી માટે મુકાયા છે. આ બેઠકમાં લેવાનારા નિર્ણયો બાદ શહેરમાં છેલ્લા ત્રણ માસથી સ્થગિત થયેલા અન્ય કરોડોના પ્રોજેક્ટ્સનો માર્ગ પણ મોકળો બનશે.
    Click here to Read More
    Previous Article
    Delhi Influencer Racially Abuses Tripura Man, Kiren Rijiju Calls Him "Evil"
    Next Article
    ખેડબ્રહ્માના દેમતી ગામની સીમમાં અકસ્માત:ચાલતાં જતાં ભાઈ-બહેનને અડફેટે લઈ પટકાતાં બાઈકચાલકનું મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment