Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખેડબ્રહ્માના દેમતી ગામની સીમમાં અકસ્માત:ચાલતાં જતાં ભાઈ-બહેનને અડફેટે લઈ પટકાતાં બાઈકચાલકનું મોત

    2 days ago

    ખેડબ્રહ્મા તાલુકાના દેમતી નવા ઘરા ગામની સીમમાં સોમવારે રાત્રિના સુમારે કોટડાથી લાંબડીયા તરફ જઈ રહેલ બાઈકના ચાલકે રોડની સાઈડમાં ચાલીને જઈ રહેલા બે રાહદારીઓને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બાઇકચાલકનું માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે રાહદારી બહેન સહિત ત્રણ લોકોને ઈજાઓ પહોંચી હતી. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ દેમતી-કાઢા ગામના રહેવાસી નિશાબેન અને અરૂણભાઈ પરમાર રાત્રિના આશરે દસેક વાગ્યાના સુમારે લાંબડીયા ગામે નવરાત્રી જોવા માટે રોડની ડાબી બાજુ ચાલીને જઈ રહ્યા હતા. તે દરમિયાન દેમતી નવા ઘરા ગામની પ્રાથમિક શાળા નજીક પાછળથી આવી રહેલી બાઇક નં. જીજે-02.-ડીજી-7533ના ચાલકે તેમને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે બાઇકચાલક થાવરાભાઈ નવાભાઇ ખૈર ઉં.વ.24, (રહે. ટાઢીવેડી) રોડ પર પટકાતાં તેમને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી અને ઘટનાસ્થળે જ તેમનું મોત થયું હતું. જ્યારે તેમની બાઇક પાછળ બેઠેલા બે શખ્સોને પણ ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માતમાં નિશાબેન પરમારને જમણા પગે ફ્રેક્ચર થતાં વધુ સારવાર અર્થે ખેડબ્રહ્માની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા છે. આ અંગે નાનજીભાઈ શકાભાઈ પરમારે ખેરોજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    સુરત મનપાની સ્થાયી સમિતિમાં ₹86 કરોડના કામની 9 દરખાસ્ત રજૂ:2 ટકા વધારાના ડિસ્કાઉન્ટની શરતે એજન્સીને વર્ક ઓર્ડરની વિચારણા, કતારગામમાં રોડના કામ માટે 17 કરોડની દરખાસ્ત
    Next Article
    Stocks To Buy Or Sell Today: Three Top Picks By Jay Thakkar Of ICICI Securities

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment