Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આણંદમાં ₹8.50 લાખની છેતરપિંડી કરનારો ઝડપાયો:સોનાના દાગીના અને કારના સોદામાં વિશ્વાસઘાત કરનાર મિતુલ પઢીયારની ધરપકડ

    5 days ago

    આણંદ ટાઉન પોલીસે સોનાના દાગીના પર લોન અપાવવાના બહાને અને કારના વેચાણ પેટે કુલ ₹8.50 લાખની છેતરપિંડી આચરનાર મિતુલ રાજેશભાઈ પઢીયારની ધરપકડ કરી છે. આરોપીએ ફરિયાદીનો વિશ્વાસ કેળવી ગુનાહિત વિશ્વાસઘાત કર્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. ફરિયાદી નિરવ અમૃતલાલ ચાવડાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, મિતુલ પઢીયારે તેમને વિશ્વાસમાં લઈ 7 તોલા સોનાના દાગીના (આશરે ₹6 લાખની કિંમત) પર ₹4 લાખનું ધિરાણ અપાવ્યું હતું. ત્યારબાદ, આ ₹4 લાખ પરત મેળવી દાગીના છોડાવી આપવાના બહાને વિશ્વાસઘાત કર્યો હતો. આ ઉપરાંત, આરોપીએ ફરિયાદીની કાર ₹3.50 લાખમાં વેચાણથી રાખી હતી. તેણે રોકડા ₹1 લાખ આપ્યા હતા, પરંતુ બાકીના ₹2.50 લાખ પરત ન આપી છેતરપિંડી આચરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલો આરોપી મિતુલ પઢીયાર રીઢો ગુનેગાર છે. તેના વિરુદ્ધ અગાઉ અમરેલી જિલ્લાના લાઠી પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાત, છેતરપિંડી અને ખોટા દસ્તાવેજો બનાવવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધાઈ ધરપકડ થઈ હતી. આ ઉપરાંત, રાજસ્થાન રાજ્યના બાડમેર જિલ્લાના રામસર પોલીસ સ્ટેશનમાં પણ તેની વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયેલ છે.
    Click here to Read More
    Previous Article
    BCAની ચૂંટણીનો દડો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો:હાઇકોર્ટમાં 9 જૂને સુનાવણી, વચગાળાની વ્યવસ્થા યથાવત; સુપ્રીમ કોર્ટના આદેશ સંદર્ભે કેટલીક સ્પષ્ટતાઓ માટે અરજી કરાશે
    Next Article
    અડાજણમાં એકના એક 19 વર્ષીય પુત્રનું અકસ્માતમાં મોત:કોલેજ ફંક્શનથી પરત ફરતા સમયે બાઈક સ્લિપ થયું, જેસલ મેસુરિયાના નિધન બાદ પરિવારે ચક્ષુદાન કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment