Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાજપ પ્રદેશ ચૂંટણી સમિતિની રચના, 19 સભ્યોનો સમાવેશ:મુખ્યમંત્રીથી લઈ પૂર્વ મંત્રીઓનો સમાવેશ,પાટીલ સહિત ચાર પૂર્વ પ્રદેશ પ્રમુખને સ્થાન અપાયું; જુઓ સંપૂર્ણ લિસ્ટ

    11 hours ago

    ગુજરાતમાં આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે. ભાજપ ગુજરાત દ્વારા પ્રદેશ ચૂંટણી સમિતિની નવી રચના જાહેર કરવામાં આવી છે, જેમાં રાજ્યના ટોચના નેતાઓ અને અનુભવી ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. આ નવી સમિતિમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના અગત્યના નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સાથે જ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પૂર્વ મંત્રીઓ અને સંગઠનના અનુભવી કાર્યકરોને પણ મહત્વ આપવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે ભાજપ ચૂંટણી પહેલા સંગઠનને એકજૂટ અને સશક્ત બનાવવા પર ભાર મૂકી રહી છે. તમામ વિસ્તાર અને તમામ મોર્ચાના પ્રતિનિધિઓનો સ્થાન અપાયું સમિતિમાં રાજ્ય સરકારના મંત્રીઓ, સાંસદો અને જિલ્લા સ્તરના પ્રતિનિધિઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે, જેથી દરેક વિસ્તારમાંથી પ્રતિનિધિત્વ મળી રહે. ખાસ કરીને મહિલા અને અનુસૂચિત જાતિના નેતાઓને પણ સમિતિમાં સામેલ કરીને સામાજિક સંતુલન જાળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ચાર પૂર્વ પ્રદેશ પ્રમુખોને વિશેષ આમંત્રિત સભ્ય તરીકે સમાવેશ આ ઉપરાંત વિશેષ આમંત્રિત સભ્યો તરીકે કેટલાક વરિષ્ઠ નેતાઓને પણ જોડવામાં આવ્યા છે, જેમાં કેન્દ્ર અને રાજ્ય સ્તરના અનુભવી રાજકીય ચહેરાઓનો સમાવેશ થાય છે. આ પગલું ચૂંટણી વ્યૂહરચનાને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે ભાજપ દ્વારા લેવામાં આવેલો આ નિર્ણય આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે, જેમાં ઉમેદવારોની પસંદગીથી લઈને ચૂંટણી રણનીતિ સુધી તમામ નિર્ણયો આ સમિતિ દ્વારા લેવામાં આવશે.ભાજપે ચૂંટણી પૂર્વે સંગઠનને વધુ ગોઠવણબદ્ધ અને અસરકારક બનાવવા માટે મોટું રાજકીય પગલું ભર્યું છે.
    Click here to Read More
    Previous Article
    6 વ્યક્તિઓમાં જીવંત રહેશે હરીશ રાણા:13 વર્ષથી કોમામાં રહેલા હરીશનું અંગદાન; ભાઈએ મુખાગ્નિ આપી, પિતાએ બીજાને રડવાની ના પાડી ને પોતે રડી પડ્યા
    Next Article
    ખજોદ ડમ્પિંગ સાઈટઃ 24 કલાક બાદ પણ આગ બેકાબૂ:1 કિમીના કચરાનાં પહાડમાં લાગેલી આગે દાવાનળનું સ્વરૂપ ધારણ કર્યું, સુરત ફાયર વિભાગનાં પ્રયાસો હજી સુધી નિરર્થક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment