Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગર રેલવે સ્ટેશનેથી ₹8 લાખનો ગાંજો ઝડપાયો:ઝારખંડના શખ્સ પાસેથી 16 કિલો નશીલા પદાર્થના 17 પેકેટ મળ્યા, ભાવનગરની મહિલાને આપવા આવ્યો હતો

    19 hours ago

    ભાવનગર પરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 11 પાસે રેલવે પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ હાલતમાં બે બેગ સાથે ઉભેલા ઝારખંડના એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે તેની પાસેથી ₹8,48,850 ની કિંમતનો 16.977 કિલોગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે. પકડાયેલા આરોપીની સઘન પૂછપરછ દરમિયાન આ જથ્થો ઝારખંડના અન્ય એક શખ્સ પાસેથી મેળવીને ભાવનગરની એક મહિલાને સપ્લાય કરવાનો હોવાની ચોંકાવનારી કબૂલાત મળતા, રેલવે પોલીસે મહિલા સહિત કુલ ત્રણ શખ્સો સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્લેટફોર્મ પર શંકાસ્પદ હિલચાલ નડી ગઈ ભાવનગર રેલવે પોલીસની ટીમ મિલકત સંબંધી ગુના અટકાવવા માટે રેલવે સ્ટેશન પરિસરમાં પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન પ્લેટફોર્મ નંબર 11 ના છેવાડે આવેલ રેલવે ફાટક પાસે બે બેગ સાથે એક શખ્સ શંકાસ્પદ હિલચાલ કરતો નજરે પડ્યો હતો. પોલીસે તેની અટકાયત કરી પ્રાથમિક પૂછપરછ હાથ ધરતા તે ગભરાઈ ગયો હતો અને તેની બેગમાં નશીલો પદાર્થ હોવાની કબૂલાત આપી હતી. એફએસએલની હાજરીમાં તલાશી, 17 પેકેટ મળી આવ્યા ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ભાવનગર રેલવે પોલીસે તાત્કાલિક અમદાવાદ એસ.ઓ.જી. (SOG) અને એફ.એસ.એલ. (FSL) ની ટીમને સ્થળ પર બોલાવી હતી. નિષ્ણાતોની હાજરીમાં આરોપીની બેગની તલાશી લેવામાં આવતા, તેમાંથી સેલોટેપ વીંટાળેલા કુલ 17 પેકેટ મળી આવ્યા હતા. આ પેકેટોમાંથી 16.977 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવતા પોલીસે તેને જપ્ત કર્યો હતો. આ સાથે પોલીસે મોબાલઈ ફોલન અને રેલવે ટિકિટ મળીને કૂલ અંદાજિત ₹8,49,350નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝારખંડથી ભાવનગરની 'મંજુ'ને ડિલિવરી આપવાની હતી પકડાયેલા આરોપીની ઓળખ વિનોદ રાજકુમાર કેસરી (ઉં.વ. 38, રહે. ધનબાદ, ઝારખંડ) તરીકે થઈ છે. પોલીસે તેની કડક પૂછપરછ કરતા ડ્રગ્સ નેટવર્કનો ખુલાસો થયો હતો. આ ગાંજાનો જથ્થો તેને ઝારખંડના ધનબાદ ખાતે રહેતા રાજુ નામના શખ્સે આપ્યો હતો. આ જથ્થો ટ્રેન મારફતે ભાવનગર લાવીને અહીં રહેતી મંજુ નામની મહિલાને આપવાનો હતો. આ આંતરરાજ્ય ડ્રગ્સ કનેક્શન સામે ભાવનગર રેલવે પોલીસે વિનોદ કેસરી, મોકલનાર રાજુ અને મેળવનાર મંજુ સહિત ત્રણેય આરોપીઓ વિરુદ્ધ એન.ડી.પી.એસ. (NDPS) એક્ટની કલમ 8(c), 20(b)(ii)B, અને 29
    Click here to Read More
    Previous Article
    વુમન્સ વર્લ્ડકપ ફાઇનલ-ઇંગ્લેન્ડનો ઓસ્ટ્રેલિયાને 151 રનનો ટાર્ગેટ:કેપ્ટન સિવેર બ્રન્ટે ફિફ્ટી ફટકારી; ફ્રેયા કેમ્પે 44 રન બનાવ્યા
    Next Article
    8 Food Items You Can Bring Back From Thailand As Souvenirs

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment