Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાપી મનપાનું પ્રથમ બજેટ: ₹754 કરોડ આવક, ₹747 કરોડ ખર્ચ:નવા ભળેલા વિસ્તારોના વિકાસ પર વિશેષ ભાર

    4 days ago

    વાપી મહાનગરપાલિકાનું પ્રથમ બજેટ વહીવટદારના શાસન હેઠળ રજૂ કરવામાં આવ્યું છે. આ અંદાજપત્રમાં ₹754 કરોડની અંદાજિત આવક સામે ₹747 કરોડનો અંદાજિત ખર્ચ દર્શાવવામાં આવ્યો છે. આ બજેટમાં મોટા પ્રોજેક્ટ્સને બદલે છેવાડાના માનવી સુધી પ્રાથમિક સુવિધાઓ પહોંચાડવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરાયું છે. બજેટમાં સ્થાનિક લોકોને ટેક્સમાં કોઈ નવો બોજ આપવામાં આવ્યો નથી. અગાઉ નગરપાલિકામાં જે ટેક્સ વસૂલવામાં આવતો હતો, તે જ ટેક્સ ચાલુ રાખવામાં આવશે. આ બજેટનું કદ ઐતિહાસિક રાખવામાં આવ્યું છે, જે સર્વાંગી વિકાસ અને પ્રાથમિક સુવિધાઓ પર ભાર મૂકે છે. મહાનગરપાલિકામાં નવા સમાવેશ થયેલા ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ શહેરી કક્ષાની સુવિધાઓનો અભાવ છે. આને ધ્યાનમાં રાખીને, બજેટમાં આ વિસ્તારોને પ્રાથમિકતા આપવામાં આવી છે. નવા વિસ્તારોમાં પાકા રોડ, ગટર લાઈન, પીવાનું શુદ્ધ પાણી અને સ્ટ્રીટ લાઈટ જેવી પાયાની જરૂરિયાતો માટે મોટી જોગવાઈ કરવામાં આવી છે. આ વર્ષના બજેટમાં કોઈ ભવ્ય પ્રોજેક્ટ્સ કે આઈકોનિક સ્ટ્રક્ચર્સની જાહેરાત ટાળવામાં આવી છે. તેના બદલે, દરેક વોર્ડના કોમન પ્લોટોમાં સુંદર બગીચા (ગાર્ડન) બનાવવા અને મનપાના તમામ વિસ્તારોનો સમાન રીતે વિકાસ થાય તેવો અભિગમ અપનાવાયો છે. વહીવટદારના શાસન હેઠળના આ પ્રથમ બજેટમાં વાપીને ખરા અર્થમાં 'મહાનગર' જેવી સુવિધાઓથી સજ્જ કરવાનો રોડમેપ તૈયાર કરાયો છે, જેથી શહેરના દરેક નાગરિકને આધુનિક સુવિધાઓનો લાભ મળી શકે.
    Click here to Read More
    Previous Article
    સંસ્કૃત ભવનના અધ્યક્ષનો રાષ્ટ્રીય સંશોધન પ્રોજેક્ટ:સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઈતિહાસમાં સોશિયલ સાયન્સ ક્ષેત્રે 10 લાખની સૌથી મોટી ગ્રાન્ટ મંજૂર
    Next Article
    યુવા રોજગાર યોજનાનો અમદાવાદથી પ્રારંભ:રોજગારલક્ષી અભિગમ સાથે નવનિયુક્ત અધિકારીઓનું સન્માન અને આત્મનિર્ભરતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment