Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચંદ્રુમાણામાં ₹75 લાખના ખર્ચે ગૌરવપથ બનશે:પૂર્વ ધારાસભ્ય રણછોડભાઈ દેસાઈએ 400 મીટર રોડનું ભૂમિપૂજન કર્યું

    17 hours ago

    પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે શ્રી ગોરી માતા પાટિયાથી માતાજીના મંદિર સુધી મુખ્યમંત્રી સડક યોજના હેઠળ રૂ. 75 લાખના ખર્ચે 400 મીટર લંબાઈના સીસી રોડ ગૌરવ પથનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. શનિવારે બપોરે આ કાર્યક્રમ યોજાયો હતો. નવ નિર્માણ પામનાર ગૌરવ પથનું ભૂમિપૂજન અને ખાતમુર્હુત પૂર્વ મંત્રી અને પૂર્વ ધારાસભ્ય રણછોડભાઈ દેસાઈના વરદ હસ્તે ગૌરી માતાના ગેટ પાસે કરાયું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે, અમારું કામ રોડ મંજૂર કરાવવાનું અને બજેટ વધારવાનું હતું. હવે કામ સારું થાય તે જોવાની જવાબદારી તમારી છે. વડાપ્રધાનના વિકસિત ભારતના પ્રયાસો અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ગામડાઓમાં જરૂર મુજબના કામો મંજૂર કરાઈ રહ્યા છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું. તાલુકા પંચાયતના સદસ્ય ગેમરભાઈ દેસાઈએ કેનાલ રોડથી ઝીંઝુવાડા સુધીનો આગળનો ટુકડો તેમજ જમણપુરનો રોડ મંજૂર કરવાની રજૂઆત કરી હતી. આ પ્રસંગે રણછોડભાઈ દેસાઈ, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ જયરામભાઈ દેસાઈ તેમજ અન્ય મહેમાનોનું સાલ ઓઢાડી સન્માન કરાયું હતું. ગામના સરપંચ કાજલબેન વ્યાસ, ચેતનભાઈ વ્યાસ, પ્રમોદભાઈ વ્યાસ, ભાનુભાઈ વ્યાસ, પૂર્વ સરપંચો પ્રવીણભાઈ રાવલ, શૈલેષભાઈ દેસાઈ, મફાભાઈ દેસાઈ, ચંદ્રુમાણા બ્રહ્મ સમાજના પ્રમુખ સુનિલભાઈ વ્યાસ, ભરતભાઈ રાવલ, મફાભાઈ ભુવાજી, વજાજી ઠાકોર, રામાજી ઠાકોર, ભાજપના વિરેશભાઈ વ્યાસ, કમલેશભાઈ દેસાઈ, એલ ડી પટેલ, ભીખુભાઈ પટેલ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટમાં:દાદાના હેતનો હોંકારો કાર્યક્રમમાં ભવ્ય સ્વાગત; કહ્યું- શીર્ષ નેતૃત્વ મજબૂત હાથમાં હોવાથી કોઈને યુદ્ધની ચિંતા નથી
    Next Article
    વડોદરાના વારસિયામાં મા અંબા મંદિરે ભક્તો ઉમટ્યા:ચૈત્ર નવરાત્રિ પર્વ નિમિત્તે યજ્ઞ-ભંડારાનું આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment