Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રોનાલ્ડોએ જ્યોર્જિનાને હીરાથી મઢી દીધી!:₹718 કરોડના દાગીના પહેરી પાંચ બાળકોની હાજરીમાં 'સાદાઈ'થી લગ્ન કર્યાં; જે સ્ટોરમાં નોકરી કરી, તેના જ કપડાં પહેર્યાં

    3 days ago

    છેલ્લા એક અઠવાડિયાથી સોશિયલ મીડિયા પર એક લગ્નની ચર્ચા જોરશોરથી થઈ રહી છે. મોટાભાગના સોશિયલ મીડિયા યુઝર્સ પ્રખ્યાત ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને તેની ગર્લફ્રેન્ડ જ્યોર્જિના રોડ્રિગ્ઝેએ ઘરના બેઠક રૂમમાં સાદગીથી કરેલા લગ્નને ખોબલેને ખોબલે વધાવી રહ્યા છે. જોકે, વાસ્તવિકતા એ છે કે, સાદગીપૂર્ણ લાગતા આ લગ્ન પાછળ અબજો રૂપિયાનો ખર્ચ થયો છે. રિપોર્ટ્સ અનુસાર જ્યોર્જિનાએ લગ્નમાં અંદાજે ₹7.18 અબજની રેર જ્વેલરી પહેરી હતી. સાથે જ બંનેના કપડાં પણ ગુચ્ચી બ્રાન્ડના હતા. ઘરના બેઠક રૂમમાં માત્ર બાળકોની હાજરીમાં લગ્ન કર્યા વર્લ્ડ ફેમસ પોર્ટુગીઝ ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને આર્જેન્ટાઇન-સ્પેનિશ મોડલ જ્યોર્જિયા રોડ્રિગ્ઝે 11 ઓગસ્ટ 2026ના રોજ લગ્ન કર્યાં. છેલ્લા 10 વર્ષથી સાથે રહેતા રોનાલ્ડો અને જ્યોર્જિયાના 4 બાળકો છે. બંનેએ પોતાના 4 બાળકો અને રોનાલ્ડોના દીકરાની હાજરીમાં પોતાના પોર્ટુગીઝ સ્થિત ઘરના લિવિંગ રૂમમાં લગ્ન કર્યાં. તાજેતરમાં કેટલાક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે, આ સાદગીપૂર્ણ લાગતા લગ્નમાં જ્યોર્જિના રોડ્રિગ્ઝે $75 મિલિયન એટલે કે અંદાજે ₹7.18 અબજના ઘરેણાં પહેર્યાં હતાં. ઉપરાંત જ્યોર્જિનાએ ગુચી બ્રાન્ડનો એક ખાસ સૂટ પહેર્યો હતો, જેમાં તેણે મેડ્રિડના એ બુટિકને ટ્રિબ્યુટ આપ્યું હતું, જ્યાં કપલ 10 વર્ષ અગાઉ પહેલીવાર મળ્યું હતું. જ્યોર્જિનાની જ્વેલરીનું બિયોન્સ અને રિહાના સાથે કનેક્શન વાસ્તવમાં કન્ટેન્ટ ક્રિએટર જુલિયા ચાફે એક વીડિયો શેર કર્યો, જેમાં તેણે જ્યોર્જિનાની જ્વેલરી વિશે વિસ્તૃત વાત કરી. તેણે દાવો કર્યો કે, 'જ્યોર્જિના રોડ્રિગ્સે તેના લગ્ન માટે $75 મિલિયનની ચોપાર્ડ હાઈ જ્વેલરી પહેરી હતી.' જુલિયાએ ઘરેણા વિશે વાત કરતા કહ્યું કે, 'જ્યોર્જિનાએ લગ્ન દરમિયાન પહેરેલાં આ દાગીના ચોપાર્ડના પ્રખ્યાત 'ગાર્ડન ઓફ કલાહારી' કલેક્શનમાંથી છે, જે કલેક્શન અગાઉ વિશ્વ પ્રસિદ્ધ અમેરિકન સિંગર બિયોન્સ અને અંબાણી પરિવાર સાથે મૈત્રીપૂર્ણ સંબંધ ધરાવતી રિહાનાએ પહેર્યું હતું.' 3 હીરાએ જ્યોર્જિનાની સુંદરતા વધારી ઘરેણાના મુખ્ય આકર્ષણ વિશે વાત કરતા જુલિયાએ જણાવ્યું કે, 'જ્વેલરીનું મુખ્ય આકર્ષણ તેમાં રહેલા 3 હીરા હતા, જેમાં 50 કેરેટનો મુખ્ય હીરો, 25 કેરેટનો પેર શેપ હીરો અને 26 કેરેટનો હાર્ટ શેપ હીરો હતો. આ કલેક્શનની સૌથી મહત્ત્વની વાત એ છે કે, આ ત્રણેય પેન્ડન્ટ્સને અલગ કરી શકાય છે. જ્યોર્જિયાએ વેડિંગ ડે પર માત્ર 50 કેરેટનો ગોળ હીરો જ પહેરવાનું પસંદ કર્યું.' જે સ્ટોરમાં નોકરી કરી, તે જ બ્રાન્ડનો વેડિંગ ડ્રેસ પહેર્યો જ્યોર્જિના વેડિંગ ડ્રેસની પાછળ પણ એક રસપ્રદ સ્ટોરી છે. વાસ્તવમાં ઓગસ્ટ 2016માં જ્યારે રોનાલ્ડો પોતાના ફૂટબોલ કરિયરની ટોચ પર હતો, ત્યારે તે તેના 6 વર્ષના દીકરા ક્રિસ્ટિયાનો જુનિયર સાથે સ્પેનના મેડ્રિડના કાલે સેરાનો સ્થિત ગુચી સ્ટોરમાં ગયો હતો. તે સમયે જ્યોર્જિના 22 વર્ષની હતી. તે ત્યારે ઇંગ્લેન્ડથી સ્પેન પરત ફરી હતી. તેણે ગુચી સ્ટોરમાં સેલ્સ આસિસ્ટન્ટ તરીકે નોકરી શરૂ કરી હતી. જે દિવસે રોનાલ્ડો સ્ટોરમાં આવ્યો, તે દિવસે જ્યોર્જિનાની ડ્યુટી નહોતી. પણ તેના મિત્રની અવેજીમાં તે એ દિવસે કામ પર આવી હતી. બાદમાં બંને વચ્ચે પહેલી નજરનો પ્રેમ થયો અને 10 વર્ષ રિલેશનશિપમાં રહ્યા બાદ બંનેએ એ જ તારીખે લગ્ન કર્યાં. ગુચીના કપડાં પહેરી કપલે પહેલી મુલાકાત યાદ કરી આ ખાસ દિવસને વધુ ખાસ બનાવવા માટે બંનેએ ગુચીના કપડાં પહેરવાનું નક્કી કર્યું. જ્યોર્ડિનાએ વ્હાઇટ સિલ્ક ફેઇલ સ્કર્ટ સૂટ અને મેચિંગ સેટિન શૂઝ પહેર્યા હતા, જેના પર સિગ્નેચર સિલ્વર હોર્સબિટ ડિટેઇલિંગ હતી, જ્યારે રોનાલ્ડોએ કસ્ટમ બેજ કોટન સૂટ અને કસ્ટમ લોફર્સ પહેર્યા હતા. ગુચીએ કપલ ઉપરાંત તેમના પાંચેય બાળકોના પણ કપડાં અને જૂતા ડિઝાઈન કર્યા. ગુચીના આર્ટિસ્ટિક ડિરેક્ટર ડેમ્નાએ વોગ સાથેની વાતચીતમાં કહ્યું કે, ‘જે ક્ષણે તેમની લવ સ્ટોરી મેડ્રિડના ગુચી સ્ટોરમાં શરૂ થઈ હતી, તેને ધ્યાનમાં રાખીને આ ખાસ ક્ષણે જ્યોર્જિના અને ક્રિસ્ટિયાનોને ડ્રેસ-અપ કરવા મારા માટે ખૂબ જ ખાસ અનુભવ હતો. તેમાં એક અદભુત રોમેન્ટિક લાગણી છે- એક સુંદર વર્તુળ પૂર્ણ થવા જેવું છે, જાણે કોઈ આધુનિક સમયની પરિકથા હોય.’ ફરી ધામધૂમથી લગ્ન કરશે જ્યોર્જિનાએ વોગ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, તેઓ ફરી પરિવાર અને સ્વજનોની હાજરીમાં ધામધૂમથી લગ્ન કરશે. આ લગ્ન તેમના 10 વર્ષના રિલેશનશિપની ઉજવણી કરવા માટે ખાસ હતા.
    Click here to Read More
    Previous Article
    Sweet Gains Continue: Shree Renuka, Dalmia Bharat Rally Up To 7% Despite Govt's Inventory Clampdown
    Next Article
    3 દિવસમાં બદલો! દિલ્હીમાં પાક હાઈ કમિશનની બહાર બુલડોઝર ચાલ્યું:ગેરકાયદે બાંધકામો તોડી પડાયા; ઇસ્લામાબાદમાં ભારતીય હાઈ કમિશનની બહાર કાર્યવાહી થઈ હતી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment