Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેજરીવાલને લૉરેન્સ ગેંગ તરફથી મળેલી ધમકી ખોટી નીકળી:પંજાબ પોલીસનો દાવો- હરિયાણાના કૉલરે ધમકી આપી; ₹7 કરોડની ખંડણી માંગી હતી

    23 hours ago

    દિલ્હીમાં તિલક નગરથી આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય જરનૈલ સિંહે પોલીસને ફરિયાદ કરી હતી કે લૉરેન્સ ગેંગે અરવિંદ કેજરીવાલ પાસેથી 7 કરોડ રૂપિયાની ખંડણી માંગી છે. પોતાને લૉરેન્સ ગેંગનો સભ્ય ગણાવતી એક અજાણી વ્યક્તિએ તેમના ફોન અને વૉટ્સઍપ મેસેજ દ્વારા આ ધમકી આપી હતી. દિલ્હીના તિલક નગરથી AAPના ધારાસભ્ય જરનૈલ સિંહે જણાવ્યું- 6 નવેમ્બર 2026ના રોજ સાંજે લગભગ 6 વાગ્યે તેમના ખાનગી મોબાઇલ નંબર પર એક અજાણ્યા નંબર પરથી કૉલ અને વૉટ્સઍપ મેસેજ આવ્યો. વૉટ્સઍપ પ્રોફાઇલ પર "~ $H" નામ દર્શાવવામાં આવી રહ્યું હતું. આરોપીએ મેસેજમાં લખ્યું, “લૉરેન્સ ગેંગમાંથી છું, અરવિંદ કેજરીવાલને કહી દે 7 કરોડ આપી દે નહીં તો અરવિંદ કેજરીવાલ અને તેની પુત્રી હર્ષિતા કેજરીવાલને મારી નાખીશ.” તેમની ફરિયાદના આધારે મોહાલીના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. જોકે, ન્યૂઝ એજન્સી IANSએ દાવો કર્યો છે કે મોહાલી પોલીસની તપાસમાં આ ધમકી ખોટી હોવાનું જાણવા મળ્યું છે. આ ધમકી લૉરન્સ ગેંગના નામે રોહતક (હરિયાણા)ના કૉલરે વૉટ્સએપ મેસેજ અને કૉલ મારફતે આપી હતી. જોકે, હજી સુધી કોઈ અધિકારીએ તેની પુષ્ટિ કરી નથી. આ ગંભીર કલમો હેઠળ કેસ નોંધાયો મોહાલીના સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં 7 નવેમ્બર 2026ના રોજ રાત્રે 9:16 વાગ્યે એફઆઈઆર નોંધવામાં આવી છે. પોલીસે અજાણ્યા કૉલર વિરુદ્ધ BNS, 2023ની કલમ 308(4) (ખંડણી માટે મૃત્યુ અથવા ગંભીર ઈજાનો ભય બતાવવો), 351(2), 351(3), 351(4) (ફોજદારી ધમકી), 111(2) (સંગઠિત ગુનો) અને આઈટી ઍક્ટની કલમ 66D હેઠળ કેસ નોંધ્યો છે. અરવિંદ કેજરીવાલે લોરેન્સને લઈને ક્યારે અને શું કહ્યું? ગેંગસ્ટર લોરેન્સને લઈને AAP સંયોજક અરવિંદ કેજરીવાલ સતત ભાજપ અને કેન્દ્ર સરકાર પર સવાલો ઉઠાવતા રહ્યા છે. ક્યારેક તેમણે દિલ્હીમાં વેપારીઓ પાસેથી વસૂલાત થઈ રહેલી ખંડણી અને ગોળીબારનો મુદ્દો ઉઠાવ્યો, તો ક્યારેક સાબરમતી જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સના કથિત નેટવર્ક અને તેને મળી રહેલા રાજકીય રક્ષણ પર સવાલો ઉઠાવ્યા. સિદ્ધૂ મૂસેવાલા હત્યાકાંડ બાદ ગેંગસ્ટરોનો મુદ્દો ઉઠાવ્યો 15 જૂન 2022ના રોજ દિલ્હીના શહીદ ભગતસિંહ ઇન્ટરસ્ટેટ બસ ટર્મિનલ પર લક્ઝરી બસોને રવાના કરવાના કાર્યક્રમ દરમિયાન અરવિંદ કેજરીવાલે પંજાબમાં ગેંગસ્ટરો વિરુદ્ધ કાર્યવાહીનો મુદ્દો ઉઠાવ્યો. આ કાર્યક્રમમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ હાજર હતા. પંજાબી ગાયક સિદ્ધૂ મૂસેવાલાની હત્યા બાદ લોરેન્સને પૂછપરછ માટે તિહાર જેલમાંથી પંજાબ લાવવામાં આવ્યો હતો. આ ઘટનાક્રમ વચ્ચે કેજરીવાલે કહ્યું કે અગાઉની સરકારોના કાર્યકાળ દરમિયાન ગેંગસ્ટરો વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી થતી નહોતી અને તેમને રાજકીય રક્ષણ મળતું હતું. તેમણે કહ્યું કે પંજાબમાં તેમની સરકાર ખોટું કામ કરનારાઓ સામે કાર્યવાહી કરી રહી છે. ધારાસભ્યએ સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી જરનૈલ સિંહે મોહાલીના SSPને આપેલી ફરિયાદમાં જણાવ્યું કે અરવિંદ કેજરીવાલ એક પ્રમુખ રાષ્ટ્રીય નેતા અને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. આવી સ્થિતિમાં તેમના અને તેમના પરિવાર પર આ પ્રકારનો હુમલો અથવા ધમકી રાષ્ટ્રીય અને જાહેર સુરક્ષા માટે ગંભીર ખતરો છે. તેમણે આરોપીના મોબાઇલ નંબરના કૉલ ડિટેલ રેકોર્ડ (CDR), IP લૉગ અને લોકેશન ટ્રેસ કરીને તેને શક્ય તેટલી વહેલી તકે ધરપકડ કરવાની તેમજ કેજરીવાલ અને તેમના પરિવારની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ કરી છે.
    Click here to Read More
    Previous Article
    સેન્સેક્સ 32 પોઈન્ટ વધીને 81,911 પર બંધ:નિફ્ટીમાં પણ 44 પોઈન્ટની તેજી રહી, રિયલ્ટી અને બેન્કિંગ શેરોમાં વધુ ખરીદી જોવા મળી
    Next Article
    પૂંઠાના ભૂંગળામાં સંતાડેલી દારૂની બોટલો પકડાઈ:ગાંધીનગર હાઇવે ધણપ ઓવરબ્રિજ પાસેથી LCBએ પિકઅપ ડાલામાંથી 2.70 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment