Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પૂંઠાના ભૂંગળામાં સંતાડેલી દારૂની બોટલો પકડાઈ:ગાંધીનગર હાઇવે ધણપ ઓવરબ્રિજ પાસેથી LCBએ પિકઅપ ડાલામાંથી 2.70 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો

    18 hours ago

    ગાંધીનગરના ચિલોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પસાર થતા હિંમતનગરથી અમદાવાદ હાઇવે પર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે પૂર્વ બાતમીના આધારે વોચ ગોઠવીને બોલેરો પીકઅપ ડાલાને અટકાવી તલાશી લેતા પુઠાના ભૂંગળા તથા થર્મલ સ્ટેબિલિટી ટેસ્ટ ટ્યુબવાળા બોક્ષમાંથી રૂ.2.70 લાખની કિંમતનો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. જેના પગલે ક્રાઈમ બ્રાન્ચે હરિયાણાના શખ્સની 10 લાખથી વધુના મુદ્દામાલ સાથે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ધણપ ઓવરબ્રીજ નજીક વોચ ગોઠવી ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ કે. જે. રાઠોડની ટીમ ચિલોડા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. દરમિયાન બાતમી મળી હતી કે, હિંમતનગરથી અમદાવાદ હાઇવે પરથી એક બોલરો પિકઅપ ડાલામાં વિદેશી દારૂના જથ્થાની હેરાફેરી થવાની છે. જેના પગલે એલસીબી ટીમે ધણપ ઓવરબ્રીજ નજીક વોચ ગોઠવી દીધી હતી. હરિયાણાના શખ્સ દારૂની હેરાફેરી કરતો પકડાયો આ દરમિયાન બાતમી મુજબના પિકઅપ ડાલાને કોર્ડન કરીને ઉભુ રાખી દેવાયું હતું. જેના ચાલકની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ ધીરજ દયાકિશન કૌશીક (ઉ.વ.23, રહે. બલકરા ગામ, સરકારી દવાખાનાની પાસે, તા.જી. ચરખી દાદરી, હરિયાણા) હોવાનું જણાવ્યું હતું. પ્રથમ દૃષ્ટિએ ડાલામાં પોલીસે નજર કરતા એક કુલિંગ મશીન, બે પૂંઠાના બોક્સ તેમજ દસ નંગ પૂંઠાના ભૂંગળા જોવા મળ્યા હતા. અમદાવાદ રિંગ રોડ પર પહોંચીને જથ્થો બુટલેગરને આપવાનો હતો જોકે બાતમી પાક્કી હોવાથી પોલીસે એક ભૂંગળું ખોલીને ચેક કરતા અંદરથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેની ગણતરી કરતા રૂ.2.70 લાખનો વિદેશી દારૂનો જથ્થો હોવાનું સામે આવ્યું હતું. જેના પગલે પકડાયેલા ઇસમની કડકાઈથી પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી કે, આ દારૂનો જથ્થો હરિયાણાના ભિવાની જિલ્લાના પિરાણુ ગામના એક શખ્સે ભરી આપ્યો હતો અને અમદાવાદ રિંગ રોડ પર પહોંચીને ફોન દ્વારા અન્ય કોઈ બુટલેગર સુધી પહોંચાડવાનો હતો. પૂંઠાના ભૂંગળામાં વિદેશી દારૂ સંતાડી રાખેલો હતો આ અંગે એલસીબી પીઆઇ રાઠોડે કહ્યું કે, પિકઅપ ડાલામાં કોઈને શંકા જાય નહીં એ માટે પૂંઠાના ભૂંગળામાં વિદેશી દારૂ સંતાડી રાખેલો હતો. હાલ તો દારૂના જથ્થા સાથે બોલેરો વાહન, આઈફોન, કૂલિંગ મશીન, થર્મલ સ્ટેબિલિટી ટેસ્ટ ટ્યુબવાળા બોક્ષ અને ટેક્સ ઇન્વોઇસ બિલ સહિત કુલ રૂ.10 લાખથી વધુના મુદ્દામાલ સાથે જ હરિયાણાના શખ્સની ધરપકડ કરી ચિલોડા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    કેજરીવાલને લૉરેન્સ ગેંગ તરફથી મળેલી ધમકી ખોટી નીકળી:પંજાબ પોલીસનો દાવો- હરિયાણાના કૉલરે ધમકી આપી; ₹7 કરોડની ખંડણી માંગી હતી
    Next Article
    સૂકામેવાનું વજન વધારવા અંજીર ગંદા પાણીમાં પલાળતા હોવાનો આક્ષેપ:ઊન ચંડાલ ચોકડી પાસેના વેપારી સામે ફૂડ વિભાગે તપાસના આદેશ આપ્યા, સુરતમાં લોકોના આરોગ્ય સાથે ચેડા!

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment