Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીમાં ₹6.96 લાખના દાગીના-રોકડની ચોરી:ગણેશ સીસોદ્રામાં ખેડૂતના બંધ ઘરમાં તસ્કરોનો હાથફેરો

    10 hours ago

    નવસારી જિલ્લાના ગણેશ સીસોદ્રા વિસ્તારમાં એક ખેડૂતના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ ₹6.96 લાખના સોના-ચાંદીના દાગીના અને રોકડની ચોરી કરી ફરાર થઈ ગયા છે. આ ઘટનાથી પંથકમાં ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગણેશ સીસોદ્રાના આહીરવાસમાં રહેતા કલ્પેશભાઈ બુધાભાઈ આહીર (ઉ.વ. 37) ખેતી અને પશુપાલન કરી ગુજરાન ચલાવે છે. ગત 30 એપ્રિલની રાત્રે આશરે 11 વાગ્યે કલ્પેશભાઈ અને તેમના પત્ની ઘરના નીચેના રૂમને લોક કરીને ઉપરના માળે સૂવા ગયા હતા, જ્યારે તેમના પિતા ઘરની બાજુમાં આવેલા તબેલામાં સૂતા હતા. આ દરમિયાન, મધરાત્રિના સમયે કોઈ અજાણ્યા ચોરોએ ઘરના મુખ્ય દરવાજાનો નકુચો કોઈ હથિયાર વડે તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ ઘરમાં રહેલા કબાટ અને તેની અંદરની તિજોરીના લોક પણ તોડી નાખ્યા હતા અને સામાન વેરવિખેર કરી દીધો હતો. 1લી મેની વહેલી સવારે આશરે પોણા છ વાગ્યે કલ્પેશભાઈના પિતાએ ઘરનો દરવાજો ખુલ્લો અને લોક તૂટેલું જોતા બૂમાબૂમ કરી હતી. ઉપરથી નીચે દોડી આવેલા કલ્પેશભાઈ અને તેમના પત્નીએ જોયું તો કબાટમાં રાખેલા લાખોના દાગીના ગાયબ હતા. આસપાસ તપાસ કરવા છતાં કોઈ ભાળ ન મળતા આખરે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ચોરી થયેલા મુદ્દામાલમાં સોનાના દાગીનાનો સમાવેશ થાય છે: 4 તોલાનો સોનાનો સેટ (કિંમત ₹2 લાખ), 5 તોલાનો સેટ (કિંમત ₹2.50 લાખ), 2 તોલાના લુસ નંગ (કિંમત ₹1 લાખ), 1 તોલાનું ડોકિયું (કિંમત ₹50 હજાર) અને સોનાની બુટ્ટી. આ ઉપરાંત, ચાંદીનો ગ્લાસ, લક્ષ્મીજીની મૂર્તિ, સાંકળા, જુડો, કડા, સિક્કા અને તુલસી ક્યારો (કુલ કિંમત આશરે ₹50 હજાર) જેવા ચાંદીના દાગીના પણ ચોરાયા હતા. રોકડ રકમમાં ₹500ના દરની 80 નોટ મળી કુલ ₹40,000 રોકડા પણ તસ્કરો લઈ ગયા હતા. આમ, કુલ ₹6,96,000 ની મતાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા છે. નવસારી પોલીસે આ મામલે અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    MSUના એમ.કોમ. ફાઈનલ વર્ષનું પરિણામ જાહેર:યુનિવર્સિટીએ પરીક્ષાના માત્ર 14 દિવસમાં પરિણામ જાહેર કરવાની સિદ્ધિ હાંસલ કરી
    Next Article
    કાર બસના પાછળના ભાગે ઘૂસી ગઈ, સુરતના કોન્સ્ટેબલનું મોત:ભારે જહેમત બાદ મૃતદેહને બહાર કાઢ્યો, વડોદરા પાસેથી પસાર થતા દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ વે પર અકસ્માત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment