Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાર બસના પાછળના ભાગે ઘૂસી ગઈ, સુરતના કોન્સ્ટેબલનું મોત:ભારે જહેમત બાદ મૃતદેહને બહાર કાઢ્યો, વડોદરા પાસેથી પસાર થતા દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ વે પર અકસ્માત

    10 hours ago

    વડોદરાના પાદરા પાસેથી પસાર થતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર કાર અને બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. સુરત ગ્રામ્ય પોલીસના SOG કોન્સ્ટેબલનું અકસ્માતમાં મોત થયું છે. અકસ્માત એટલો ભયાનક હતો કે આખે આખી કાર બસના પાછળના ભાગે ઘૂસી ગઈ છે. ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરીને મૃતક કોન્સ્ટેબલને બહાર કાઢવામાં આવ્યા છે. આખી કાર બસ પાછળ ઘૂસી ગઈ, કોન્સ્ટેબલનું મોત આ અકસ્માત વડોદરાના પાદરા વિસ્તારમાં થયો છે. વડોદરાથી સુરત જઈ રહેલી એક સરકારી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે કાર આખી બસના પાછળના ભાગમાં ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં સુરત ગ્રામ્ય પોલીસના SOG કોન્સ્ટેબલ ભરત ગાભાભાઈ દેસાઈનું મોત થયું છે. મૃતક ભરત દેસાઈ આલમપુર ગામ (રબારીવાસ, મોમાઈ માતા મંદિર પાસે), ગાંધીનગરના વતની હતાં. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો મૃતક કોન્સ્ટેબલ વડોદરાથી સુરત તરફ જઈ રહ્યા હતા, તે દરમ્યાન આ અકસ્માત સર્જાયો હતો. કોન્સ્ટેબલના મૃતદેહને પોલીસે કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ પૂર્ણ થયા બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે. પાદરા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સરકારી બસના ચાલક સામે ગુન્હો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ પણ વાંચો દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત, 4ના મોત પંચમહાલ જિલ્લાના કાલોલ નજીકથી પસાર થતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર 26 એપ્રિલે એક અત્યંત કરુણ અને ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે જઈ રહેલી કારના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર ડિવાઈડર કૂદીને હાઈવેની બીજી તરફ જઈને ફંગોળાઈ હતી. આ ભયાનક અકસ્માતમાં કારમાં સવાર વડોદરાના ખીનજી પરિવારના ચાર સભ્યના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા, જ્યારે એક વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો. (વાંચો સંપૂર્ણ સમાચાર) રોડ એક્સિડન્ટમાં મૃત્યુદર ઘટાડવા નવી ગાઇડલાઇન ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી દ્વારા રાજ્યમાં માર્ગ અકસ્માત બાદ ઈજાગ્રસ્તોને સમયસર અને ગુણવત્તાયુક્ત સારવાર મળી રહે તે હેતુથી 1 મેના નવી ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. આ નવી ગાઇડલાઇનનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રત્યેક માર્ગને સુરક્ષિત બનાવી કિંમતી માનવ જીવન બચાવવાનો છે. માર્ગ અકસ્માત બાદના 'ગોલ્ડન અવર'માં અસરકારક કામગીરી કરી મૃત્યુનું પ્રમાણ ઘટાડવા માટે આરોગ્ય વિભાગને સર્વોચ્ચ અગ્રીમતા સાથે કામ કરવા સૂચના આપવામાં આવી છે. આ સંદર્ભે ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના કમિશનર દ્વારા રાજ્યના તમામ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીઓ (CDHO) અને સિવિલ સર્જનને નેશનલ એમ્બ્યુલન્સ કોડ (AIS-125) નું કડક પાલન કરવા આદેશ આપવામાં આવ્યો છે. (વાંચો સંપૂર્ણ સમાચાર)
    Click here to Read More
    Previous Article
    નવસારીમાં ₹6.96 લાખના દાગીના-રોકડની ચોરી:ગણેશ સીસોદ્રામાં ખેડૂતના બંધ ઘરમાં તસ્કરોનો હાથફેરો
    Next Article
    Building collapsed in Anand | આણંદના આંકલાવમાં મકાન ધરાશાયી થવાની ઘટના | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment