Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં ₹6.60 લાખના હેરોઈન સાથે 2 ઝડપાયા:લાલપુરના મેઘપરમાંથી પંજાબી શખ્સોની ધરપકડ

    12 hours ago

    જામનગર જિલ્લામાં નશીલા પદાર્થોના દૂષણને ડામવા માટે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. લાલપુર તાલુકાના મેઘપર ગામમાંથી ₹6.60 લાખની કિંમતના હેરોઈન સાથે બે પંજાબી શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. SOG ટીમને મેઘપર ગામના રામદૂતનગર વિસ્તારમાં આવેલી મચ્છી માર્કેટ પાછળના રવિવારી બજારના પટમાં નશીલા પદાર્થોના સોદા અંગે ચોક્કસ બાતમી મળી હતી. આ માહિતીના આધારે, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.વી. ખેર અને ઇન્ચાર્જ પી.આઈ. વી.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ ટીમે દરોડો પાડ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી હરપાલસિંઘ સ્વર્ણસિંઘ (ઉંમર 30) અને રમનદીપસિંઘ સુલ્લાખાન (ઉંમર 28) નામના બે શખ્સોને પકડી પાડ્યા હતા. આ બંને આરોપીઓ મૂળ પંજાબના અમૃતસરના રહેવાસી છે અને હાલ મેઘપરમાં ભાડે રહીને પંજાબથી લાવવામાં આવતા હેરોઈન, મોર્ફિન અને કોડીન જેવા માદક પદાર્થોનું ગેરકાયદેસર વેચાણ કરતા હતા. પોલીસે આરોપીઓ પાસેથી ૩૩ ગ્રામ હેરોઈન જપ્ત કર્યું હતું, જેની બજાર કિંમત ₹6.60 લાખ આંકવામાં આવી છે. આ ઉપરાંત, બે મોબાઈલ ફોન, એક ડિજિટલ વજન કાંટો અને રોકડ રકમ પણ મળી આવી હતી. કુલ મળીને ₹6.93 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. બંને આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ નશીલો જથ્થો પંજાબથી લાવવામાં આવ્યો હતો. પોલીસ આ ડ્રગ્સ નેટવર્કમાં અન્ય કોણ સંડોવાયેલું છે તે દિશામાં વધુ તપાસ કરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    સોમનાથથી દ્વારકા જતી ભાવનગરના શ્રદ્ધાળુઓની બસ પલટી:રઈજ ગામ પાસે રોઝડું આડું ઉતરતા સર્જાયો કાળમુખો અકસ્માત, બેના મોત; અનેક ઘાયલ
    Next Article
    MSUના એમ.કોમ. ફાઈનલ વર્ષનું પરિણામ જાહેર:યુનિવર્સિટીએ પરીક્ષાના માત્ર 14 દિવસમાં પરિણામ જાહેર કરવાની સિદ્ધિ હાંસલ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment