Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોમનાથથી દ્વારકા જતી ભાવનગરના શ્રદ્ધાળુઓની બસ પલટી:રઈજ ગામ પાસે રોઝડું આડું ઉતરતા સર્જાયો કાળમુખો અકસ્માત, બેના મોત; અનેક ઘાયલ

    13 hours ago

    ગુજરાતના હાઈ-વે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. માંગરોળ તાલુકાના રઈજ ગામ નજીક શ્રદ્ધાળુઓથી ભરેલી એક ખાનગી ટ્રાવેલ્સ બસ પલટી મારી જતાં ગંભીર અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનામાં બે શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે અન્ય મુસાફરો ઈજાગ્રસ્ત થતાં હાઈ-વે પર મરણચીસો ગુંજી ઉઠી હતી. રોઝડું આડું ઉતરતા ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો મળતી માહિતી મુજબ, આ ખાનગી બસમાં ૪૦થી વધુ શ્રદ્ધાળુઓ સવાર હતા. આ તમામ યાત્રિકો ભાવનગરથી નીકળ્યા હતા અને સોમનાથ મહાદેવના દર્શન કરીને દ્વારકા તરફ જઈ રહ્યા હતા. રઈજ ગામ પાસે પહોંચતા જ અચાનક હાઈવે પર એક રોઝડું (નીલગાય) વચ્ચે આવી ગયું હતું. પૂરઝડપે જતી બસની સામે અચાનક પશુ આવી જતાં ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો, જેના પરિણામે બસ પલટી ખાઈ ગઈ હતી. બચાવ કામગીરી અને સારવાર અકસ્માત એટલો ભયાનક હતો કે બસ પલટી મારતા જ અંદર સવાર મુસાફરોમાં ફફડાટ અને ચીસાચીસ મચી ગઈ હતી. અકસ્માતનો અવાજ સાંભળીને આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ગંભીર રીતે ઘાયલ થયેલા શ્રદ્ધાળુઓને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક કેશોદ અને જૂનાગઢની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ટ્રાફિક જામ અને પોલીસ કાર્યવાહી આ અકસ્માતને પગલે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી હતી અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ થતાં જ માંગરોળ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ક્રેન દ્વારા બસને હટાવી રસ્તો ખુલ્લો કરાવવાની કામગીરી હાથ ધરી હતી. હાલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી મૃતકોના પોસ્ટમોર્ટમ અને આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે. સોમનાથ-દ્વારકાની ધાર્મિક યાત્રાએ નીકળેલા શ્રદ્ધાળુઓ માટે આ સફર અંતિમ સફર સાબિત થતા ભાવનગર અને માંગરોળ પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.
    Click here to Read More
    Previous Article
    દસક્રોઇના ધામતવાણ ગામના તલાટીને આગોતરા જામીન આપવા હાઈકોર્ટનો ઇનકાર:માટી પુરાણ અને ઉત્સવોના નામે પંચાયત ભંડોળમાંથી 1.55 કરોડ સરપંચ-તલાટીએ ઉપાડ્યા હોવાની ACBમાં ફરિયાદ
    Next Article
    જામનગરમાં ₹6.60 લાખના હેરોઈન સાથે 2 ઝડપાયા:લાલપુરના મેઘપરમાંથી પંજાબી શખ્સોની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment