Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધ્રાંગધ્રા પોલીસે દારૂ ભરેલી ડસ્ટર કાર ઝડપી:₹6.56 લાખનો મુદ્દામાલ જપ્ત, ત્રણ આરોપી ફરાર

    9 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકા પોલીસે વિદેશી દારૂનો મોટો જથ્થો ભરેલી એક ડસ્ટર કાર ઝડપી પાડી છે. આ કાર્યવાહીમાં દારૂ અને કાર સહિત કુલ ₹6,56,270નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જોકે, પોલીસને જોઈને ત્રણ આરોપીઓ ફરાર થઈ ગયા હતા, જેમાંથી એકની ઓળખ દેવો ઉર્ફે દેવરાજ તરીકે થઈ છે. પેટ્રોલીંગ દરમિયાન મળેલી બાતમી મુજબ, મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના નાળધરી ગામનો પ્રવિણસિંહ ઝાલા GJ-03-KC-0898 નંબરની ડસ્ટર ગાડીમાં ગેરકાયદેસર વિદેશી દારૂ ભરીને રણ વિસ્તારમાંથી હળવદ તરફ જવાનો હતો. આ બાતમીના આધારે પોલીસે વચ્છરાજ બેટ તરફથી આવતી ગાડીને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ડસ્ટર ગાડી પુરઝડપે પોલીસની આડસમાંથી નીકળી નીમકનગર ગામ તરફ ભાગી હતી. પોલીસે પીછો કરતા ગાડી નીમકનગરથી નવા કુડા ગામ તરફ જવાના રસ્તે વળી હતી. પોલીસે રસ્તા પર બ્લોકેડ ગોઠવતા, ગાડી નદીના નાળા પાસે ઉભી રાખી હતી. અંદર બેઠેલા ત્રણ ઈસમો પોલીસને જોઈને નદી અને બાવળના કાંટનો લાભ લઈ નાસી છૂટ્યા હતા. પોલીસે ઘટનાસ્થળેથી ગ્રે કલરની રેનોલ્ટ ડસ્ટર ગાડી (નંબર GJ-03-KC-0898) કબજે કરી હતી. ગાડીની તપાસ કરતા, તેમાંથી ભારતીય બનાવટનો પરપ્રાંતિય વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં 180 MLના કાંચના શીલબંધ ચપલા નંગ-475 (કિંમત ₹99,750), 180 MLના પ્લાસ્ટિકના શીલબંધ ચપલા નંગ-288 (કિંમત ₹50,480), અને 750 MLની શીલબંધ બોટલ નંગ-140 (કિંમત ₹96,040) નો સમાવેશ થાય છે. કુલ મળીને ₹2,56,270નો દારૂનો જથ્થો અને ₹4,00,000ની ડસ્ટર ગાડી સહિત કુલ ₹6,56,270નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. નાસી છૂટેલા આરોપીઓમાંથી એકની ઓળખ ધ્રાંગધ્રા તાલુકાના નરાળી ગામના દેવો ઉર્ફે દેવરાજ તરીકે થઈ છે. પોલીસે અન્ય ફરાર આરોપીઓને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    પાટણ નગરપાલિકા ચૂંટણી: પોસ્ટલ બેલેટમાં કોંગ્રેસનો દબદબો:કર્મચારીઓએ ભાજપ કરતાં કોંગ્રેસને વધુ પસંદ કર્યા, 77 મતની સરસાઈ
    Next Article
    મહીસાગરમાં 123 કરોડનું નલ સે જલ કૌભાંડ:2 કોન્ટ્રાક્ટરના આગોતરા જામીન નકારતી હાઇકોર્ટ; 111 કોન્ટ્રાકટર આરોપી, CID વડોદરાએ મૂળ 12 આરોપી સામે ગુનો નોંધ્યો હતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment