Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહીસાગરમાં 123 કરોડનું નલ સે જલ કૌભાંડ:2 કોન્ટ્રાક્ટરના આગોતરા જામીન નકારતી હાઇકોર્ટ; 111 કોન્ટ્રાકટર આરોપી, CID વડોદરાએ મૂળ 12 આરોપી સામે ગુનો નોંધ્યો હતો

    8 hours ago

    2025 જૂન મહિનામાં CID ક્રાઈમ પોલીસ મથક વડોદરા શહેર ખાતે કુલ 12 આરોપીઓ સામે નલ સે જલ કૌભાંડનો ગુન્હો નોંધાયો હતો. આરોપીઓએ 2019થી 2023 દરમિયાન મહીસાગર જિલ્લાના 620 ગામોમાં પાણીની પાઇપો નાખવાના કામ કાગળ ઉપર બતાવીને અને ખોટા ડોક્યુમેન્ટ બનાવીને સરકારને 123 કરોડનું નુકશાન પહોંચાડ્યું હતું. વળી આ આરોપીઓ સરકારી કર્મચારીઓ છે. 2 કોન્ટ્રાક્ટરે હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી આરોપીઓ પૈકી બે કોન્ટ્રાકટર કલ્પેશ શાહ અને નાનાભાઈ પંચાલે ગુજરાત હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. જેમાં અરજદારના વકીલે રજૂઆતો કરી હતી કે કલ્પેશ શાહ ચિરાગ રીંગ સર્વિસના માલિક છે. તે સરકાર માન્ય કોન્ટ્રાક્ટર છે. તેઓ દ્વારા કરાયેલા કામ ઉપર પંચાયત સુપરવાઇઝિંગ કરતી હતી. વળી તેઓએ કરેલા કામનું બાકીનું ચુકવણું પણ કરાયું નથી. ઉપરોક્ત પોલીસ કાર્યવાહી બાદ 110થી વધુ કોન્ટ્રાક્ટરોને બ્લેક લિસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે 111 જેટલા કોન્ટ્રાક્ટરોને આરોપી બનાવવામાં આવ્યા છે. વર્તમાન અરજદારનું પોલીસ ફરિયાદમાં કોઈ નામ નથી કે તેઓએ કોઈ ઉચાપત કરી નથી. હાઇકોર્ટે આગોતરા જામીન અરજી નકારી નાખી નાનાભાઈ પંચાલના વકીલે જણાવ્યું હતું કે, તેઓએ સરકાર પાસેથી 47 લાખ રૂપિયા લેવાના બાકી નીકળે છે. સરકારે તેમની પાસેથી જે રિકવરી કાઢી હતી તે રિકવરી હુકમને કોર્ટે રદ કરી નાખ્યો છે. સામે સરકારી વકીલે જણાવ્યું હતું કે અરજદારોએ ખોટા બિલ બનાવ્યા હતા. તેમને નિયમો મુજબનું ક્વોલિટી કામ કર્યું નથી. તેઓએ પાઇપ ટેસ્ટિંગનું ખોટું સર્ટિફિકેટ મૂક્યું હતું. આ કેસમાં 24 લોકો પકડાયા છે, જેમની સામે ચાર્જશીટ ફાઈલ થઈ ગઈ છે. તેઓએ સરકાર સાથે ફ્રોડ કર્યો છે. નાનાભાઈ પંચાલ દ્વારા 11.29 લાખના ખોટા બીલ અને વધારે ચઢાવીને બીલો મુકવામાં આવ્યા હતા. ઉપરોક્ત દલીલો સાંભળ્યા બાદ ગુજરાત હાઇકોર્ટે અરજદારોની આગોતરા જામીન અરજી નકારી નાખી હતી. 74 ગામને પાઇપો જ મળી નથી, 31 કંપનીના 445 બિલ ખોટા નીકળ્યા અગાઉ ત્રણ આરોપી સરકારી કર્મચારીઓની આગોતરા જામીન અરજીમાં સરકારી વકીલના જણાવ્યા મુજબ મૂળ આ યોજના મહીસાગર જિલ્લાના ભલા માટે હતી. 445 ગામોમાં પાઇપ ખરીદીના ખોટા બિલ બનાવવામાં આવ્યા છે. 4780 કિલોમીટર પાણીની પાઇપલાઇન નાખવાના ડોક્યુમેન્ટ સામે 2480 કિલોમીટર જ પાઇપલાઇન નાખવામાં આવી છે. 13 ગામોમાં ટેન્ડર વગર જ કામ થયું હતું. 74 ગામને પાઇપો જ મળી નથી. શરૂઆતની તપાસમાં 570 બિલ ખોટા નીકળ્યા છે. 31 કંપનીના 445 બિલ ખોટા નીકળ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ધ્રાંગધ્રા પોલીસે દારૂ ભરેલી ડસ્ટર કાર ઝડપી:₹6.56 લાખનો મુદ્દામાલ જપ્ત, ત્રણ આરોપી ફરાર
    Next Article
    SRH vs KKR Playing 11, IPL 2026 Today Match: Will Matheesha Pathirana get a look in for Kolkata vs Hyderabad?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment