Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં ગેરકાયદે ખનન પર દરોડો:સાપર ગામના તળાવમાંથી મોરમ ખનન કરતા વોલ્વો-ડમ્પર જપ્ત સહિત ₹65 લાખનો મુદ્દામાલ સીઝ

    11 hours ago

    જામનગર જિલ્લાના સાપર ગામ નજીક તળાવ વિસ્તારમાં ગેરકાયદે ખનન સામે ભૂસ્તરવિજ્ઞાન અને ખનિજ વિભાગ તથા સિક્કા પોલીસની ટીમે સંયુક્ત કાર્યવાહી કરી છે. આ દરોડા દરમિયાન આશરે 65 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. તપાસમાં સામે આવ્યું કે, એક વોલ્વો હિટાચી મશીન અને એક ડમ્પરનો ઉપયોગ કરીને બિનઅધિકૃત રીતે મોરમ ખનિજનું ખનન અને વહન થઈ રહ્યું હતું. આ બંને વાહનો સહિતનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે. જપ્ત કરાયેલા વોલ્વો હિટાચી મશીન અને ડમ્પરને કાયદેસરની કાર્યવાહી માટે સિક્કા પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવ્યા છે. સમગ્ર મામલે ખનિજ નિયમો મુજબ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ભૂસ્તરવિજ્ઞાન અને ખનિજ વિભાગે જણાવ્યું છે કે, ગેરકાયદે ખનન અને ખનિજના બિનઅધિકૃત વહન સામે આગામી સમયમાં પણ સઘન ચકાસણી અને કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    મેયરે કહ્યું- 'નિયમ વિરુદ્ધનું એકપણ કામ કોર્પોરેશનમાં થશે નહીં':જંગલેશ્વર ડિમોલીશન ખર્ચના વિવાદ પછી ભાસ્કરની ડો. નેહલ શુક્લ સાથે વાતચીત
    Next Article
    ડો. શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિની ઉજવણી:કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાની ઉપસ્થિતિમા ભાજપ યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment