Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચ પોલીસે દહેજ રોડ પર દારૂ ઝડપ્યો:બોલેરોનો પીછો કરી ₹6.35 લાખનો વિદેશી દારૂ જપ્ત, ચાલક ફરાર

    17 hours ago

    ભરૂચ પોલીસે દહેજ રોડ પર વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. દહેજ ટોલ પ્લાઝા નજીક શંકાસ્પદ બોલેરો પિકઅપનો ફિલ્મી સ્ટાઈલમાં પીછો કરીને પોલીસે ₹6.35 લાખથી વધુનો દારૂ જપ્ત કર્યો હતો. જોકે, વાહનનો ચાલક ફરાર થવામાં સફળ રહ્યો હતો. પોલીસને પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે દહેજ રોડ પર નાકાબંધી ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન GJ-15-AV-9172 નંબરની બોલેરો પિકઅપને રોકવાનો પ્રયાસ કરાતા ચાલકે વાહનની ગતિ વધારી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે તાત્કાલિક તેનો પીછો શરૂ કર્યો. પીછા દરમિયાન ચાલકે વાહનને રસ્તા પરથી ઉતારી ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેણે કાબૂ ગુમાવતા વાહન રસ્તાની બાજુએ અટકી ગયું હતું. આ તકનો લાભ લઈ ચાલક અંધારાનો ફાયદો ઉઠાવી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસે વાહનની તપાસ કરતા તેમાંથી વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. જપ્ત કરાયેલા દારૂની કિંમત ₹6,35,853 હોવાનું સામે આવ્યું છે. પિકઅપ વાન સહિત કુલ ₹11,35,853નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે ભરૂચ તાલુકા પોલીસ મથકે ગુનો નોંધી ફરાર ચાલકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. પોલીસે તેની શોધખોળ તેજ કરી છે.
    Click here to Read More
    Previous Article
    હારીજમાં સગીરા પર ત્રણ શખ્સોએ દુષ્કર્મ આચર્યું:ગર્ભવતી બનતા વાગોસણના આરોપીઓ સામે BNS, પોક્સો હેઠળ ફરિયાદ
    Next Article
    Gujarat Rain Update Live | દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો | Weather For Cast | News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment