Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંચમહાલમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓને ₹62.40 લાખના હિયરિંગ એઇડ અપાયા:સાંસદ ડૉ. જસવંતસિંહ પરમારના હસ્તે વિતરણ, 'સમાન અવસર' કાર્યક્રમ સાર્થક

    2 days ago

    પંચમહાલ જિલ્લામાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે 'સમાન અવસર' કાર્યક્રમ હેઠળ અત્યાધુનિક હિયરિંગ એઇડનું વિતરણ કરવામાં આવ્યું. રાજ્યસભા સાંસદ ડૉ. જસવંતસિંહ પરમારની ગ્રાન્ટમાંથી ₹62.40 લાખના ખર્ચે આ ઉપકરણો અપાયા હતા. આ કાર્યક્રમ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરતા અને જન્મજાત શ્રવણની ખામી ધરાવતા દિવ્યાંગ વિદ્યાર્થીઓને શિક્ષણના મુખ્ય પ્રવાહમાં લાવવાનો હતો. 'સહભાગી શિક્ષણ સમાન અવસર'ના સરકારી સૂત્રને સાર્થક કરવા આ પહેલ કરવામાં આવી છે. સમગ્ર શિક્ષા પંચમહાલના સ્પેશિયલ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ અભ્યાસ કરતા 78 દિવ્યાંગ વિદ્યાર્થીઓને આ અત્યાધુનિક હિયરિંગ એઇડ ડિવાઇસ નિઃશુલ્ક આપવામાં આવ્યા. વર્ષ 2024-25ની ગ્રાન્ટમાંથી કુલ ₹62.40 લાખની રકમ આ સાધનો પાછળ ફાળવવામાં આવી હતી. રાજ્યસભાના સાંસદ ડૉ. જસવંતસિંહ પરમાર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીના હસ્તે આ ઉપકરણોનું વિતરણ કરાયું. આધુનિક મશીન મળતા જ બાળકોના ચહેરા પર ખુશી છવાઈ હતી, અને વાલીઓએ આ સંવેદનશીલ અભિગમ બદલ વહીવટી તંત્ર તથા સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    નવાગામ-ચિરોડામાં જુગાર રમતા ત્રણ શખસો ઝડપાયા:10 હજારથી વધુની રોકડ જપ્ત કરી, રાત્રિના સમયે તીન પત્તીનો જુગાર રમતા હતા
    Next Article
    કોણ છે રાજકોટના 23માં મેયર પદે નેહલ શુક્લ?:પૂર્વ CM રૂપાણીના ઘરે જઈ આશીર્વાદ લીધા; અંજલીબેને તિલક કર્યું; ડે. મેયર પદે દક્ષાબેન વસાણી અને સ્ટે. ચેરમેન પદે પરેશ પીપળીયાની વરણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment