Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રત્નકલાકારે ટિકટોકની લિંક ક્લિક કરતા ₹62 હજાર ગુમાવ્યા:હેકરે મોબાઈલ હેક કરી SBIના ગૂગલ પેમાંથી 3 ટ્રાન્ઝેક્શન કરી નાણાં ઉપાડી લીધા

    8 hours ago

    ભાવનગરના આખલોલ જકાતનાકા વિસ્તારમાં રહેતા 22 વર્ષીય રત્નકલાકાર યુવકનો મોબાઈલ ફોન હેક કરીને હેકરે એસબીઆઈ (SBI) ના ગૂગલ-પે એકાઉન્ટમાંથી ત્રણ ટ્રાન્ઝેક્શન મારફતે ₹62,812 ઉપાડી લઈ છેતરપિંડી આચરી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે પીડિત યુવકે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા હેકર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાવની વિગતો અનુસાર, આખલોલ જકાતનાકા નજીક આવેલા ઇન્દિરાનગરમાં રહેતા આકાશભાઈ અશોકભાઈ મકવાણા ગત 13 ઓક્ટોબરના રોજ સરિતા સોસાયટી સ્થિત હીરાના કારખાનામાં કામ કરી રહ્યા હતા. તે દરમિયાન મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ જોતી વખતે ટિકટોકની એક જાહેરાત આવી હતી, જેમાં બ્લુ રંગની પટ્ટી પર ભૂલથી ક્લિક થઈ જતાં તેમનો ફોન હેક થઈ ગયો હતો. હેકરે ફોનનો સંપૂર્ણ ઍક્સેસ મેળવીને તેમના ગૂગલ-પે એકાઉન્ટમાંથી ₹62,812 ઉપાડી લીધા હતા. આ અંગે ભોગ બનનાર રત્નકલાકારે બોરતળાવ પોલીસ મથકે પહોંચી ફરિયાદ આપતાં પોલીસે અજાણ્યા હેકર સામે BNSની કલમ 318(4), 319(2) તથા આઈ.ટી. એક્ટની કલમ 66(d) હેઠળ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    નાગરિકોના સ્વાસ્થ્ય માટે AMCની પહેલ:થલતેજ ખાતે આધુનિક યોગ અને વેલનેસ સેન્ટરનું નિર્માણ કરાશે
    Next Article
    CJP Saurav Das-Ashutosh Ranka को मिली जमानत, Dipke ने ऐसे किया रिएक्ट।Ashutosh Ranka-Saurav Das Bail

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment