Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બગવદર પોલીસે લાખોની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો:મહિલા આરોપી ₹60.61 લાખના મુદ્દામાલ સાથે ઝડપાઈ

    1 day ago

    પોરબંદર જિલ્લાના બગવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં શીશલી ગામના ટીંબા સીમમાં થયેલી મોટી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસે ચોરીના સંપૂર્ણ મુદ્દામાલ સાથે એક મહિલા આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બગવદર પોલીસે આ ચોરી અંગે સઘન તપાસ શરૂ કરી હતી. બાતમીના આધારે પોલીસે સ્થાનિક રહેવાસી શાંતિબેન કેશુભાઈ જેઠાભાઈ ખુંટી (ઉંમર 42) ની અટકાયત કરી હતી. પૂછપરછ દરમિયાન મહિલાએ ગુનાની કબૂલાત કરી હતી. ચોંકાવનારી બાબત એ છે કે આરોપીએ ચોરી કરેલા મૂળ દાગીના ઓળખાય નહીં તે માટે તેને ઓગાળીને તેમાંથી નવા દાગીના પણ બનાવી લીધા હતા. પોલીસે આરોપી પાસેથી ચોરીમાં ગયેલા દાગીના અને રોકડ રકમ રિકવર કરી છે. જેમાં આશરે 422.96 ગ્રામ સોનાના દાગીના (ઓગાળેલા અને નવા બનાવેલા દાગીના સહિત) અને ₹1,50,000 રોકડ રકમનો સમાવેશ થાય છે. કુલ ₹60,61,132/- નો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. બગવદર પોલીસે બાતમીના આધારે ચોરીનો 100% મુદ્દામાલ રિકવર કર્યો છે. હાલ મહિલા આરોપીની ધરપકડ કરી આ ગુનામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે દિશામાં વધુ તપાસ તેજ કરવામાં આવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    અમરેલી બાદ આજે જામનગરમાં AAPની જનસભા:ભગવંત માને કહ્યું-કોંગ્રેસ અને ભાજપ બન્ને મળીને છેલ્લા 30 વર્ષથી ગુજરાતને લૂંટી રહ્યા છેઃ
    Next Article
    મોરબીમાં રામ નવમીની ભવ્ય શોભાયાત્રા:વિવિધ સંગઠનો અને હિન્દુ સમાજ દ્વારા આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment