Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં રામ નવમીની ભવ્ય શોભાયાત્રા:વિવિધ સંગઠનો અને હિન્દુ સમાજ દ્વારા આયોજન

    23 hours ago

    મોરબીમાં રામ નવમીના પવિત્ર દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા ભવ્ય રામ જન્મોત્સવ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી શરૂ થઈ મુખ્ય માર્ગો પર ફરી હતી, જ્યાં 'જય શ્રી રામ'ના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદ (VHP), બજરંગ દળ સહિતના વિવિધ હિન્દુ સંગઠનો અને સમગ્ર હિન્દુ સમાજ દ્વારા આ શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. આ યાત્રા મોરબીના સર્કિટ હાઉસથી પ્રસ્થાન કરી હતી. શોભાયાત્રામાં જુદી જુદી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા આકર્ષક ફ્લોટ્સ, શણગારેલા વાહનો અને બગીઓ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. સનાતની ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા, અને બાળકોને શિવ, રામ તથા કૃષ્ણ જેવા પાત્રોની વેશભૂષામાં સજ્જ કરવામાં આવ્યા હતા. યાત્રાના રૂટ પર વિવિધ સંગઠનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા સર્કિટ હાઉસથી શરૂ થઈ મહારાણા પ્રતાપ સર્કલ, મયુર પુલ, વીસી ફાટક, ત્રિકોણ બાગ, નવા ડેલા રોડ, જુના બસ સ્ટેન્ડ, રામ ચોક, નવા બસ સ્ટેન્ડ, બાપા સીતારામ ચોક, સીતા ચોક, રવાપર રોડ, ચકીયા હનુમાન, શાક માર્કેટ, નેહરૂ ગેટ થઈને દરબારગઢ પાસે આવેલા રામ મંદિર મહેલ ખાતે સમાપ્ત થશે. નવા બસ સ્ટેન્ડ અને નગર દરવાજા ચોક ખાતે વિશેષ આરતીનું આયોજન કરાયું છે. રાત્રે 12 વાગ્યે રામ મહેલ મંદિર ખાતે ભવ્ય મહાઆરતી સાથે શોભાયાત્રા સંપન્ન થશે.
    Click here to Read More
    Previous Article
    બગવદર પોલીસે લાખોની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો:મહિલા આરોપી ₹60.61 લાખના મુદ્દામાલ સાથે ઝડપાઈ
    Next Article
    વડોદરામાં રંગેચંગે નીકળી રામનવમીની ભવ્ય શોભાયાત્રા:ડીજેના તાલે અને આતશબાજી સાથે શાંતિપૂર્ણ માહોલમાં યાત્રા પસાર, સંવેદનશીલ વિસ્તારમાં પોલીસની ડ્રોન અને ધાબા પરથી બાજ નજર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment