Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહેસાણામા ફાફડા-જલેબીનું ધૂમ વેચાણ:મોંઘવારી છતાં દશેરાની મજા યથાવત્, ₹600ના ફાફડા અને જલેબીના ₹280 ભાવ

    1 day ago

    દશેરાના પવિત્ર તહેવાર નિમિત્તે મોંઘવારીના વાદળો વચ્ચે પણ નાગરિકોનો ઉત્સાહ ઉમંગથી છલકાઈ રહ્યો છે. પરંપરાગત રીતે દશેરાના દિવસે ફાફડા-જલેબી ખાવાનો વિશેષ મહિમા હોવાથી વહેલી સવારથી જ ફરસાણની દુકાનો પર ગ્રાહકોની લાંબી લાઈનો જોવા મળી હતી. ભાવ વધારા છતાં તહેવારનો આનંદ માણવા માટે લોકોએ મન મૂકીને ખરીદી કરતાં બજારમાં ફાફડા અને જલેબીનું ધૂમ વેચાણ નોંધાયું છે. સીંગતેલના ફાફડા રૂ. 600 અને જલેબી રૂ. 280ના ભાવે વેચાયા આ વખતે બજારમાં સીંગતેલમાં બનેલા ફાફડા રૂ. 600 પ્રતિ કિલો અને સીંગતેલની જલેબી રૂ. 280 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે. આ ઉપરાંત ખમણ રૂ. 240 પ્રતિ કિલો અને નાયલોન પાપડી રૂ. 400 પ્રતિ કિલોના ભાવે ઉપલબ્ધ છે. ખાસ કરીને દશેરાના દિવસે શુદ્ધ ઘીની જલેબીની સૌથી વધુ માંગ રહેતી હોવાથી વેપારીઓએ અગાઉથી જ પૂરતી તૈયારીઓ કરી રાખી હતી. મોંઘવારી છતાં ગ્રાહકોમાં ખરીદીનો ભારે ઉત્સાહ સ્થાનિક વેપારી નરેન્દ્રભાઈ પટેલેા જણાવ્યું કે, મોંઘવારીની અસર હોવા છતાં તહેવારનો ઉત્સાહ જળવાઈ રહે તે માટે ભાવમાં વધુ પડતો વધારો કરાયો નથી. એક જ દિવસમાં અંદાજે 400થી 450 કિલો ફાફડા, 300 કિલો સીંગતેલની જલેબી અને 150થી 200 કિલો શુદ્ધ ઘીની જલેબીનું વિક્રમી વેચાણ થતાં વેપારીઓમાં પણ આનંદનો માહોલ જોવા મળ્યો છે.
    Click here to Read More
    Previous Article
    સરકાર એરલાઇન્સના ભાડાને સીધા કંટ્રોલ નહીં કરે:ઇમરજન્સીમાં ભાવ નક્કી કરી શકશે; અગાઉ કહ્યું હતું- મનસ્વી ભાડાં રોકવા નવા નિયમો લાગુ કરીશું
    Next Article
    શહેર અને જિલ્લામાં હર્ષોલ્લાસ સાથે 'વિજયાદશમી'ની ઉજવણી:અસુરી શક્તિ પર સુરી શક્તિના વિજયનું મહાપર્વ વિજયાદશમીની ગોહિલવાડમાં ઉજવણી,​ દસ હજાર વર્ષ જૂની પરંપરા અને યુવાનોને સંસ્કૃતિથી જોડવાનો પ્રયાસ - વાસુદેવસિંહ ગોહિલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment