Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શહેર અને જિલ્લામાં હર્ષોલ્લાસ સાથે 'વિજયાદશમી'ની ઉજવણી:અસુરી શક્તિ પર સુરી શક્તિના વિજયનું મહાપર્વ વિજયાદશમીની ગોહિલવાડમાં ઉજવણી,​ દસ હજાર વર્ષ જૂની પરંપરા અને યુવાનોને સંસ્કૃતિથી જોડવાનો પ્રયાસ - વાસુદેવસિંહ ગોહિલ

    1 day ago

    આસુરી શક્તિ ઓ પર વિજય પ્રાપ્ત કરવાનાં મહાપર્વ ને દરવર્ષે વિજયાદશમી ના પર્વ તરીકે ઉજવવામાં આવે છે આજરોજ ભાવનગર શહેર-જિલ્લામાં "દશેરા" પર્વની વિવિધતા સભર રીતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં ગરાસિયા બોટીંગ ખાતે ક્ષત્રિય સમાજ, કારડીયા રાજપૂત, પોલીસ સહિત વિવિધ સ્થળોએ શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું, શહેરના શિવાજી સર્કલ પાસે આવેલ ક્ષત્રિય કારડીયા રાજપૂત યુવા વિકાસ ટ્રસ્ટ દ્વારા સુભાષનગર ખાતે આવેલ સમાજની વાડી ખાતે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. આ શસ્ત્રપૂજનમાં બહેનો પણ જોડાયા હતા, તેમજ શહેરમાં અનેક વિવિધ સ્થળોએ શસ્ત્રપૂજન નો કાર્યક્રમ યોજાયો હતો, શહેરના ડીએસપી ઓફિસ ખાતે પોલીસ વિભાગ દ્વારા પણ શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું અને પોલીસ વિભાગ હેડ ક્વાર્ટરમાં હથિયારોનું પૂજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાવનગર ડીવાયએસપી, પીઆઇ તથા કોન્સ્ટેબલ સહિતનો પોલીસ સ્ટાફ જોડાયાઓ હતો. દર વર્ષે નવરાત્રીના દસમાં દિને દશેરા પર્વ તરીકે ઉજવણી કરવામાં આવે છે જેમાં શસ્ત્ર-આયુધો ધારકો દ્વારા પરંપરાગત રીતે શસ્ત્રોનુ પૂજન કરી હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવે છે.. આ અંગે ગરાસિયા રાજપૂત સમાજના વાસુદેવસિંહ ગોહિલએ જણાવ્યું હતું કે, શસ્ત્રપૂજનનું વિશેષ મહત્વ એટલા માટે રહ્યું છે સમાજમાં..ત્યાંથી દસ હજાર વર્ષ પહેલાં ભગવાન રામચંદ્રએ લંકા ઉપર વિજય મેળવ્યો અને વિજય મેળવ્યા પછી તે દિવસે આસો સુદ દશમ હતી અને આસો સુદ દશમના કારણે વિજયા દશમી તરીકે દશેરા તરીકે મહોત્સવ ઉજવાય છે છેલ્લા દસક હજાર વર્ષની પરંપરા જળવાઈ રહે, વર્તમાન સમયની અંદર આ આધુનિક યુગમાં યુવાનો માટે સંસ્કૃતિ શું છે, પૂર્વજો કોણ હતા, પૂર્વજોનો ઇતિહાસ શું છે, પૂર્વજોએ શું કાર્ય કર્યા હતા એવા ઉમદા હેતુથી ગરાસિયા રાજપૂત સમાજ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી દુર્ગા મહોત્સવ, શસ્ત્રપૂજન અને યુવાનોની સ્કૂટર રેલીનું આયોજન થાય છે.
    Click here to Read More
    Previous Article
    મહેસાણામા ફાફડા-જલેબીનું ધૂમ વેચાણ:મોંઘવારી છતાં દશેરાની મજા યથાવત્, ₹600ના ફાફડા અને જલેબીના ₹280 ભાવ
    Next Article
    હિંમતનગરમાં રંગતાળી નવરાત્રીમાં વિક્રમ ઠાકોરે ખેલૈયાઓને ઝુમાવ્યા:કાંકણોલ રોડના કળશ પાર્ટી પ્લોટમાં ટ્રેડિશનલ ડ્રેસમાં ખેલૈયા ઘૂમ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment