Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં ₹60 કરોડના ખર્ચે 160 રૂમનું નવું કોર્ટ ભવન:150થી વધુ ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર વાહનો પાર્ક કરી શકાશે, નિર્માણ કાર્ય અંતિમ તબક્કામાં, ટૂંક સમયમાં લોકાર્પણ

    12 hours ago

    સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં અંદાજે 60 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલું નવું બહુમાળી કોર્ટ ભવન હવે અંતિમ ઓપ લઈ રહ્યું છે. 160 રૂમની ક્ષમતા ધરાવતું આ ભવન ટૂંક સમયમાં જનતા માટે ખુલ્લું મૂકવામાં આવશે. હાલમાં ભવનની સાફ-સફાઈ અને અન્ય આખરી કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. વર્ષ 2024માં શરૂ થયું હતું નિર્માણ કાર્ય હિંમતનગર RB (સ્ટેટ) વિભાગના DE એચ.એમ. પરમારે જણાવ્યું હતું કે, હિંમતનગર-ઈડર સ્ટેટ હાઈવે પર આવેલા ન્યાય મંદિર વિસ્તારમાં, જૂની કોર્ટની જગ્યાએ જ આ નવીન બિલ્ડિંગનું નિર્માણ કાર્ય વર્ષ 2024માં શરૂ કરવામાં આવ્યું હતું. વર્ષ 2026માં આ પ્રોજેક્ટ હવે પૂર્ણતાના આરે છે. ભવનની વિશેષતાઓ અને સુવિધાઓ આ આધુનિક કોર્ટ સંકુલ 7,500 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું છે, જેમાં કુલ 13,000 ચોરસ ફૂટનું બાંધકામ કરવામાં આવ્યું છે. પાર્કિંગ વ્યવસ્થા: ગ્રાઉન્ડ ફ્લોર અને બેઝમેન્ટમાં 150થી વધુ ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર વાહનો પાર્ક કરી શકાય તેવી વિશાળ સુવિધા ઊભી કરવામાં આવી છે. રૂમની સંખ્યા: બિલ્ડિંગમાં કુલ 4 માળ આવેલા છે. દરેક માળે 40 રૂમ લેખે સમગ્ર ભવનમાં કુલ 160 રૂમ ઉપલબ્ધ છે. આધુનિક ટેકનોલોજી: આ કોર્ટ ભવનમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટ સહિત વિવિધ અદાલતો કાર્યરત થશે. આ ઉપરાંત, વિડિયો કોન્ફરન્સિંગ રૂમ અને વિશાળ સેમિનાર હોલ જેવી અત્યાધુનિક સુવિધાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. લોકાર્પણની તૈયારીઓ વહીવટી તંત્ર દ્વારા હાલમાં ભવનને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ભવનની સફાઈ અને ફિનિશિંગની કામગીરી જે ઝડપે ચાલી રહી છે તે જોતા આગામી ગણતરીના દિવસોમાં જ તેનું વિધિવત લોકાર્પણ કરવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે. આ નવું ભવન કાર્યરત થવાથી સાબરકાંઠા જિલ્લાના ન્યાયિક વહીવટમાં વધુ ગતિ અને સુવિધા આવશે.
    Click here to Read More
    Previous Article
    ભાડજ ઇસ્કોન મંદિરમાં શ્રી નરસિંહ જયંતિ મહોત્સવ ઉજવાયો:108 કળશ અને સાત પવિત્ર નદીઓના જળથી અભિષેક કરાયો
    Next Article
    Gujarat Mayor News | 10 મે પેહલા મહાનગરપાલિકાઓમાં મેયર માટેની જાહેરાત થઈ શકે છે | Gujarati Samachar

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment