Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિવાળીના તહેવારોમાં રાજકોટનું ઐતિહાસિક લાખાજીરાજ માર્કેટ ધમધમશે:પતરાંની આડશનું કામ પૂર્ણ, વેપારીઓને બે-ચાર દિવસમાં થડા સોંપાશે; ₹6 કરોડથી વધુના ખર્ચે હેરિટેજ લુક સાથે માર્કેટનું રિનોવેશન

    1 day ago

    રાજકોટના ધર્મેન્દ્ર રોડ પર આવેલી ઐતિહાસિક લાખાજીરાજ શાક માર્કેટના રિનોવેશન અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળીયા દ્વારા વેપારીઓના હિતમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. દિવાળીના તહેવારોમાં વેપારીઓનો ધંધો-રોજગાર ન ખોરવાય તે માટે માર્કેટના જે ભાગમાં કામ કરવાનું છે ત્યાં પતરાંની આડશ ઊભી કરી દેવાઈ છે. આગામી બે-ચાર દિવસમાં સફાઈ કામગીરી પૂર્ણ કરીને વેપારીઓને મૂળ જગ્યાએ થડા સુપરત કરી દેવામાં આવશે. તહેવારો પૂરા થયા બાદ મુખ્ય રિનોવેશન શરૂ થશે સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પીપળીયાએ જણાવ્યા મુજબ વેપારીઓએ દિવાળીમાં વેપાર કરવા માટે મનપા સમક્ષ રજૂઆત કરી હતી. મુખ્ય રિનોવેશન કામ શરૂ થવામાં હજુ સમય લાગે તેમ હોવાથી તહેવારો દરમિયાન કોઈ દુર્ઘટના ન બને તે માટે સુરક્ષાત્મક પતરાં મારીને માર્કેટ ખુલ્લી કરવાનો નિર્ણય લેવાયો છે. દિવાળીના તહેવારો પૂર્ણ થયા બાદ અને આયોજન મુજબ કામ શરૂ કરતી વખતે ફરીથી માર્કેટ ખાલી કરાવવામાં આવશે. ₹6 કરોડથી વધુના ખર્ચે રેટ્રો ફિટિંગ કરાશે ધર્મેન્દ્ર રોડ પર આવેલી અંદાજે 100 વર્ષ જૂની આ હેરિટેજ માર્કેટનો મૂળ લુક જાળવી રાખવા માટે રેટ્રો ફિટિંગ પદ્ધતિનો ઉપયોગ કરાશે. આ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા GST સહિત ₹6 કરોડથી વધુ રકમનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી બાદ અંદાજે 18 મહિનાના સમયગાળામાં સમગ્ર માર્કેટ નવા રંગરૂપ સાથે તૈયાર કરી દેવામાં આવશે. આધુનિક સુવિધાઓ સાથે ક્ષમતા વધારાશે અગાઉ માર્કેટમાં 144 થડા, 38 બહારના થડા, 22 વખાર અને 4 દુકાનો હતી. રિનોવેશન બાદ 1380 ચોરસ મીટરના કુલ વિસ્તારમાં 148 થડા, 22 સુસજ્જ દુકાનો અને 20 વખારો બનાવવામાં આવશે. આ નવીન વ્યવસ્થાથી વધુ વેપારીઓને રોજગારીની તકો મળશે અને ગ્રાહકોને પણ હેરિટેજ માર્કેટમાં ખરીદીનો શ્રેષ્ઠ અનુભવ પ્રાપ્ત થશે. વિવાદ બાદ કોર્ટ મારફતે રસ્તો સાફ થયો ઉલ્લેખનીય છે કે અગાઉ મનપા દ્વારા માર્કેટનું રિનોવેશન કરી હોકર્સ ઝોન બનાવવાની જાહેરાત કરાતાં વેપારીઓમાં રોષ વ્યાપ્યો હતો અને મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. કોર્ટમાં મનપા દ્વારા યોગ્ય સ્પષ્ટતા કરાયા બાદ રિનોવેશનનો માર્ગ સુગમ બન્યો હતો. તે સમયે તમામ વેપારીઓને વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે જ્યુબેલી માર્કેટમાં ખસેડવામાં આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    વિચરતી-વિમુક્ત જાતિના રદ થયેલા મતદારોના નામ ફરી દાખલ કરવા માંગ:વિચરતા સમુદાય સમર્થન મંચે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરને વિશેષ સર્વે માટે રજૂઆત કરી
    Next Article
    માંડવીમાં નકલી આધારકાર્ડ બનાવવાનું કૌભાંડ ઝડપાયું:LCB એ મૂળ કાર્ડના આધારે ડુપ્લિકેટ બનાવનાર ગુંદિયાળીના બિલાલને પકડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment