Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચાંદી ₹5,772 ઘટીને ₹2.27 લાખ પ્રતિ કિલો પર આવી:10 ગ્રામ સોનાનો ભાવ ₹1,196 ઘટીને ₹1.53 લાખ થયો, જુઓ કેરેટ મુજબ કિંમત

    1 week ago

    સોના-ચાંદીના ભાવમાં 19 ઓગસ્ટે ઘટાડો થયો છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, એક કિલો ચાંદીની કિંમત 5,772 રૂપિયા ઘટીને 2.27 લાખ રૂપિયા પર આવી ગઈ છે. 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1,196 રૂપિયા ઓછો થઈને 1.53 લાખ રૂપિયા પર છે. સોના-ચાંદીના ભાવમાં ઘટાડાના 2 મુખ્ય કારણો આ વર્ષે સોના-ચાંદીમાં અત્યાર સુધી તેજી રહી આ વર્ષે સોના-ચાંદીની કિંમતમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. સોનું 2026માં અત્યાર સુધી 20 હજાર રૂપિયા મોંઘું થયું છે. 31 ડિસેમ્બર 2025ના રોજ 10 ગ્રામ સોનું 1.33 લાખ રૂપિયાથી ઉપર હતું, જે હવે 1.53 લાખ રૂપિયા પર પહોંચી ગયું છે. જ્યારે ચાંદીની કિંમતમાં 3 હજાર રૂપિયાનો ઘટાડો છે. ચાંદી 31 ડિસેમ્બર 2025ના રોજ 2.30 લાખ રૂપિયા પ્રતિ કિલો હતી, જે હવે 2.27 લાખ રૂપિયા પર છે. આ સમયગાળા દરમિયાન 29 જાન્યુઆરીના રોજ સોનાએ 1.76 લાખ રૂપિયા અને ચાંદીએ 3.86 લાખ રૂપિયાનો ઓલટાઇમ હાઇ પણ બનાવ્યો હતો. રોકાણકારો માટે સલાહ: શું સોના-ચાંદીના ભાવમાં આવેલો આ ઘટાડો ખરીદીનો યોગ્ય મોકો છે કે હજુ રાહ જોવી જોઈએ? કોમોડિટી એક્સપર્ટ અજય કેડિયાના મતે સોના-ચાંદીના ભાવ તેની ઊંચી સપાટીથી ઘણા નીચે આવી ગયા છે. આવી સ્થિતિમાં રોકાણકારો તેમાં રોકાણ કરી શકે છે, જોકે તેમાં એકસાથે રોકાણ કરવાનું ટાળવું જોઈએ. અજય કેડિયાના મતે વર્ષના અંત સુધીમાં સોનું ફરી એકવાર 1.60 લાખ અને ચાંદી 2.80 લાખ રૂપિયા સુધી જઈ શકે છે. જ્વેલર્સ પાસેથી સોનું ખરીદતી વખતે આ 3 બાબતોનું ધ્યાન રાખો અસલી ચાંદી ઓળખવાના 4 રીત
    Click here to Read More
    Previous Article
    GTA 6 Map, Gameplay Leak Online Ahead Of Extended Look Premiere On Netflix. Check Details
    Next Article
    મરાઠી ન જાણનારા મહારાષ્ટ્રમાં ઓટો-ટેક્સી નહીં ચલાવી શકે:ટ્રાન્સપોર્ટ મંત્રી બોલ્યા- પહેલાં નોટિસ આપશે, 3 મહિનામાં નહીં શીખે તો લાયસન્સ રદ થશે

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment