Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવફેર ઘટતા પશુપાલકોમાં નારાજગી:બરોડા ડેરીની સામાન્ય સભા યોજાઈ, ડેરીને ₹5.64 કરોડની ચોખ્ખો નફો; દૂધની આવક 75 લાખ લિટર ઘટતા ભાવફેરમાં ઘટાડો

    11 hours ago

    સહકારી ક્ષેત્રની વડોદરા સ્થિત બરોડા ડેરીની સામાન્ય સભા આજે મળી હતી. ડેરીની ચૂંટણી અને બાદમાં નવી બોડી કે જેમાં ગત વખતના જ પ્રમુખ ઉપપ્રમુખ હતા તેની રચના બાદ સૌપ્રથમ સામાન્ય સભા મળી હતી. આ સામાન્ય સભામાં વાર્ષિક હિસાબો સભાસદો સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. જો કે પશુપાલકોને આ સામાન્ય સભા બાદ નિરાશા જ મળી હતી કારણ કે, આ વખતે ગત વર્ષની સરખામણીએ ભાવફેર ખૂબ ઓછી આપવામાં આવ્યો હતો. દૂધની આવકમાં ઘટાડો થતા આ ભાવફેર ઘટ્યો હોવાનું ડેરીના સંચાલકો દ્વારા જણાવવામાં આવ્યું છે. ગત વર્ષ કરતા આ વર્ષે નફામાં 41.57 લાખનો વધારો બરોડા ડેરી દ્વારા નાણાકીય વર્ષ 2025-26ના વાર્ષિક હિસાબો જાહેર કરવામાં આવ્યા છે. ડેરીએ આ વર્ષ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી નોંધાવીને રૂ.5.64 કરોડનો ચોખ્ખો નફો હાંસલ કર્યો છે. ગત નાણાકીય વર્ષ 2024-25માં નોંધાયેલા રૂ.5.22 કરોડના નફાની સરખામણીએ આ વર્ષે નફામાં રૂ.41.57 લાખનો નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. વર્ષ 2025-26 દરમિયાન ડેરીની કુલ આવક રૂ.1521.88 કરોડ નોંધાઈ હતી, જેમાં દૂધ અને દૂધની વિવિધ બનાવટોના વેચાણ થકી રૂ.1461.76 કરોડની મુખ્ય આવક થઈ છે, જ્યારે રૂ.9.26 કરોડની અન્ય આવકનો પણ સમાવેશ થાય છે. 58.42 કરોડની નવી મિલકતો ઉમેરાઈ ડેરીની આર્થિક સ્થિતિ અને મિલકતોમાં પણ સંગીન વધારો નોંધાયો છે. બરોડા ડેરીની કુલ મિલકતોની કિંમત વધીને રૂ.415.31 કરોડ પહોંચી છે, જેમાં આ વર્ષ દરમિયાન રૂ.58.42 કરોડની નવી મિલકતો ઉમેરાઈ છે. ખાસ કરીને ડેરીના આધુનિકીકરણ અને ક્ષમતા વધારવા માટે પ્લાન્ટ અને મશીનરીમાં રૂ.55.10 કરોડનો મોટો ઉમેરો કરવામાં આવ્યો છે. સંસ્થાની નાણાકીય મજબૂતી દર્શાવતા આંકડા મુજબ, ડેરીનું શેર ભંડોળ રૂ.33.28 કરોડ થયું છે. આ ઉપરાંત રિઝર્વ ફંડ વધીને રૂ.18.01 કરોડ અને કુલ રિઝર્વ તથા અન્ય ફંડો મળીને રૂ.47.26 કરોડ થયા છે. હાલમાં બરોડા ડેરીની વિવિધ બેંકોમાં કુલ સિલક રૂ.138.37 કરોડ છે, જેમાં રૂ.76.07 કરોડની મુદત થાપણો (ફિક્સ ડિપોઝિટ) જમા છે. પ્રોડક્ટ્સના માર્કેટિંગ પાછળ રૂ.35 કરોડ ખર્ચ આગામી નાણાકીય વર્ષ 2026-27 માટે પણ બરોડા ડેરી દ્વારા ઉત્સાહજનક લક્ષ્યાંકો અને અંદાજો રજૂ કરવામાં આવ્યા છે. નવા વર્ષમાં ડેરીએ રૂ.1540 કરોડના કુલ વેચાણ અને રૂ.6 કરોડના ચોખ્ખા નફાનો અંદાજ મૂક્યો છે. કામગીરી અને વિસ્તરણના ભાગરૂપે આગામી વર્ષ દરમિયાન સંસ્થા દ્વારા પગાર ખર્ચ પેટે રૂ.88.50 કરોડ, પ્રોડક્ટ્સના માર્કેટિંગ પાછળ રૂ.35 કરોડ તેમજ પેકેજિંગ ક્ષેત્રે રૂ.57.50 કરોડ ખર્ચ કરવાનો અંદાજ નિર્ધારિત કરવામાં આવ્યો છે. ઓવરઓલ બરોડા ડેરીએ સતત વૃદ્ધિ જાળવી રાખીને પશુપાલકો અને ગ્રાહકો બંને માટે આર્થિક સ્થિરતાનો સંકેત આપ્યો છે. પશુપાલકોમાં ઓછા ભાવના કારણે નિરાશા આ વખતે ભાવફેર ઓછો અપાતા પશુપાલકોમાં ભારે નિરાશા જોવા. પશુપાલકોએ જણાવ્યું હતું કે એક તરફ બનાસ ડેરી અને અમૂલ ડેરી નો ભાવ આસમાને પહોંચ્યું છે ત્યારે સામે બરોડા ડેરી પશુપાલકોને ભાવફેર આપતું નથી. ના છૂટકે પશુપાલનનો વ્યવસાય કરવો પડે તેવી હાલત આવી છે. જોકે ભાવ પડી ગયો ત્યારબાદ હવે શું કરવાનું? તેમ પણ કેટલાક પશુપાલકોએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, એક દિવસ અગાઉ જ બરોડા ડેરીના ચેરમેન સૂરપાલસિંહ પરમારે પત્ર લખીને 9 મુદ્દો અંગે રજૂઆત કરી હતી ત્યારે હવે પશુપાલકો આગામી સમયમાં કેવા પગલા ભરે છે તે જોવું રહ્યું.
    Click here to Read More
    Previous Article
    10 કિલો ચોરાઉ તાંબાના વાયર સાથે વિઠ્ઠલવાડીનો શખ્સ ઝડપાયો:રસાલાકેમ્પ પાસેથી 1.13 લાખના મુદ્દામાલ જપ્ત, કન્સ્ટ્રક્શન સાઈટ પરથી ચાર વખત વાયર ચોર્યાની કબૂલાત
    Next Article
    કુણઘેર ગામમાં “આંગણ મિલન સેવા – આંગણા ઉત્સવ” કાર્યક્રમ યોજાયો:પાટણ જિલ્લામાં ૨૯ સપ્ટેમ્બરે બાળકો અને કિશોરીઓ માટે વિવિધ પ્રવૃત્તિઓ કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment