Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    10 કિલો ચોરાઉ તાંબાના વાયર સાથે વિઠ્ઠલવાડીનો શખ્સ ઝડપાયો:રસાલાકેમ્પ પાસેથી 1.13 લાખના મુદ્દામાલ જપ્ત, કન્સ્ટ્રક્શન સાઈટ પરથી ચાર વખત વાયર ચોર્યાની કબૂલાત

    11 hours ago

    ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે પૂર્વ બાતમી આધારે રસાલા કેમ્પ ગુરુદ્વારા પાસેથી 10.400 કિલો ચોરાઉ તાંબાના વાયર તેમજ એક બાઈક મળી કુલ.રૂ. 1.13 લાખના મુદામાલ સાથે વિઠ્ઠલવાડીના શખ્સ ઝડપાયો હતો. શખ્સની પૂછપરછ દરમિયાન નિર્મળનગર ફાયર બ્રિગેડ ઓફીસની સામે કન્સ્ટ્રકશનવાળી બીલ્ડીંગમાંથી અલગ-અલગ ચાર વખત ઇલેકટ્રીક ફીટીગ કરેલ વાયરની ચોરી કરી હોવાની કબુલાત આપતા ક્રાઇમ બ્રાન્ચે નીલમબાગ પોલીસ મથકમાં નોંધાયેલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 1.13 લાખના મુદામાલ સાથે તાંબાનો વાયર ચોરનાર દબોચાયો લોકલ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ શહેરમાં વણશોધાયેલ મિલકત સંબંધી ગુન્હાઓના શકદારોની તપાસમાં હોય. તે દરમ્યાન બાતમી મળેલ કે યશ ઉર્ફે યશુ આલાણી (રહે.વિઠ્ઠલવાડી, ભાવનગર) તેની નંબર પ્લેટ વગરના બાઇકમાં કંતાનની થેલીમાં તાંબાના વાયરના ગુંચળા લઇને ભાવનગર, રસાલા કેમ્પ, ગુરૂદ્વારા સામે રોડ ઉપર ઉભો છે.જે તાંબાના વાયર તે કયાંકથી ચોરી અગર તો છળ કપટથી લાવેલ હોવાની શંકા છે. જે બાતમી આધારે તપાસ કરતાં યશ ઉર્ફે યશુ ભાવેશ આલાણી (ઉ.વ.21) હાજર મળી આવતા તેના કબ્જામાથી 10 કિલો 400 ગ્રામ તાંબાનો વાયર મળી આવતાં તેના કોઈ આધાર કે બીલ નહિ હોવાનું જણાવી સંતોષકારક જવાબ આપેલ નહિ. જે તાંબાનો વાયર કયાંકથી ચોરી અગર તો છળ કપટથી મેળવેલ હોવાનું જણાય આવતાં શકપડતી મિલકત તરીકે કબ્જે કરી શખ્સની ધરપકડ કરી ક્રાઇમ બ્રાન્ચે તાંબાનો વાયર તેમજ એક બાઇક મળી કુલ.રૂ. 1,13,000 નો મુદામાલ કબ્જે કર્યો હતો. કન્સ્ટ્રક્શન સાઈટ પરથી ચાર વખત વાયર ચોર્યાની કબૂલાત લોકલ ક્રાઇમ બ્રાન્ચે આ મુદ્દામાલ અંગે શખ્સની વધુ પુછપરછ કરતાં ગઇ સાતમ આઠમ પહેલા, સાતમ આઠમ પછી, ભાદરવી અમાસ આજુ-બાજુ તેમજ બે દીવસ પહેલા વહેલી સવારના છએક વાગ્યાના અરસામાં બાઈક લઇને નિર્મળનગર ફાયર બ્રિગેડ ઓફીસની સામે આવેલ કન્સ્ટ્રકશનવાળી બીલ્ડીંગમાંથી અલગ-અલગ ચારેક વાર ઇલેકટ્રીક ફીટીગ કરેલ વાયરની ચોરી કરી હોવાનું કબૂલાત આપી હતી. ક્રાઇમ બ્રાન્ચની તપાસ દરમીયાન શખ્સ વિરુદ્ધ શહેરના ઘોઘારોડ અને નિલમબાગ પોલીસ મથકમાં ગુના નોંધાયા હોવાનું ખુલવા પામ્યું હતું. આમ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે નિલમબાગ પોલીસમાં દાખલ થયેલ ચોરીનો ભેદ ઉકેલ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    "Not On My Bingo Card": Internet Reacts To Mira Kapoor's Unexpected Appearance On Kareena Kapoor's Show
    Next Article
    ભાવફેર ઘટતા પશુપાલકોમાં નારાજગી:બરોડા ડેરીની સામાન્ય સભા યોજાઈ, ડેરીને ₹5.64 કરોડની ચોખ્ખો નફો; દૂધની આવક 75 લાખ લિટર ઘટતા ભાવફેરમાં ઘટાડો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment