Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચીખલી પોલીસે ₹5.57 લાખનો દારૂ ઝડપ્યો:બલેનો કારમાંથી 660 બોટલ મળી, એક ઝડપાયો, બે વોન્ટેડ

    15 hours ago

    નવસારી જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ ડામવા પોલીસ સતર્ક બની છે. ચીખલી પોલીસે નેશનલ હાઈવે નંબર 48 પર મજીગામ ઓવરબ્રીજ પાસે વોચ ગોઠવી વિદેશી દારૂ ભરેલી એક બલેનો કારને ઝડપી પાડી છે. પોલીસે કુલ ₹5.57 લાખનો મુદ્દામાલ જપ્ત કરી એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય બે શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે કારમાંથી વ્હીસ્કી, બિયર અને વોડકા સહિતની કુલ 660 વિદેશી દારૂની બોટલો જપ્ત કરી હતી, જેની કિંમત ₹2,52,240 આંકવામાં આવી છે. આ ઉપરાંત, ₹3,00,000 ની કિંમતની બલેનો કાર અને ₹5,000 નો મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે ભરૂચના વાલીયામાં રહેતા અનિલ રમેશભાઈ બૈશાની નામના આરોપીની ધરપકડ કરી છે. સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક અને નવસારી પોલીસ અધિક્ષકની સૂચના મુજબ, ચીખલી પોલીસ સ્ટેશનના પી.આઈ. ડી.એસ. કોરાટના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમ ખાનગી વાહનોમાં પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઇ અને પોલીસ કોન્સ્ટેબલ અલ્પેશભાઇને ચોક્કસ બાતમી મળી હતી કે એક ગ્રે કલરની બલેનો કારમાં દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે મજીગામ ઓવરબ્રીજ પાસે વોચ ગોઠવી. મુંબઈથી અમદાવાદ તરફ જતી ગ્રે કલરની મારૂતિ સુઝુકી બલેનો કાર (નંબર-GJ-16-CH-5238) ને અટકાવી તપાસ કરતા તેમાંથી 19 પૂંઠાના બોક્સ મળી આવ્યા હતા. આ બોક્સમાં વ્હીસ્કી, ટીન બિયર અને વોડકાની કુલ 660 બોટલો ભરેલી હતી. ઝડપાયેલા આરોપી અનિલ રમેશભાઈ બૈશાનીની પૂછપરછમાં જાણવા મળ્યું કે, આ દારૂનો જથ્થો વલસાડના જીગો પટેલે ભરાવી આપ્યો હતો અને તે વાલીયાના મહેશ ઉર્ફે મસો વસાવાને પહોંચાડવાનો હતો. ચીખલી પોલીસે આ બંને શખ્સોને વોન્ટેડ જાહેર કરી પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    JEE Mains 2026 Session 2 City Intimation Slip Live Updates: April session admit cards to be released 4-days before exam
    Next Article
    જંબુસરમાં મિક્સર ટ્રક અકસ્માતમાં બાળકીનું મોત:સેવ-ઉસળની દુકાન, એક ટ્રેક્ટર અને બે બાઈકને અડફેટે લીધા, ટ્રકચાલક ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment