Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જંબુસરમાં મિક્સર ટ્રક અકસ્માતમાં બાળકીનું મોત:સેવ-ઉસળની દુકાન, એક ટ્રેક્ટર અને બે બાઈકને અડફેટે લીધા, ટ્રકચાલક ફરાર

    16 hours ago

    ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના દેવકુઈ ગામ નજીક વડોદરા હાઈવે પર સિમેન્ટ મિક્સર ટ્રકના અકસ્માતમાં 11 વર્ષની બાળકીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ અકસ્માત બસ સ્ટેન્ડ પાસે થયો હતો, જેમાં દાહોદ જિલ્લાના એક મજૂર પરિવારને ટ્રકે અડફેટે લીધો હતો. મૃતક બાળકીનું નામ હેતલ છત્રાભાઈ છે. ટ્રકે લોકોને અડફેટે લેવા ઉપરાંત નજીકમાં આવેલી સેવ-ઉસળની દુકાન, એક ટ્રેક્ટર અને બે બાઈકને પણ નુકસાન પહોંચાડ્યું હતું. આ ઘટનામાં મૃતક બાળકીની બહેન, અન્ય એક બાળક અને એક મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત સર્જાયા બાદ ટ્રક ચાલક વાહન સ્થળ પર છોડીને ફરાર થઈ ગયો હતો. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે અને બેફામ વાહન ચાલકો સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ અને જંબુસર પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યાંથી ગંભીર હાલતમાં એક મહિલા અને એક બાળકને વધુ સારવાર માટે વડોદરા રિફર કરવામાં આવ્યા છે. પોલીસે મૃતક બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. ફરાર થયેલા ટ્રક ચાલકને ઝડપી પાડવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ચીખલી પોલીસે ₹5.57 લાખનો દારૂ ઝડપ્યો:બલેનો કારમાંથી 660 બોટલ મળી, એક ઝડપાયો, બે વોન્ટેડ
    Next Article
    Chia Seeds Could Improve Digestion, Heart Health And Blood Sugar In 14 Days, Says Doctor

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment