Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડીસામાં ₹542 કરોડનું ‘ડેઝર્ટ ઝૂ’ બનશે:એશિયાનું પ્રથમ ડેઝર્ટ-થીમ ઝૂ અને વિશ્વનું ચોથું નાઇટ સફારી, 83 પ્રજાતિના 2,700 જેટલા દેશી-વિદેશી પ્રાણી-પક્ષીઓનું ઘર બનશે

    15 hours ago

    સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી (CZA)એ બનાસકાંઠાના જૂના ડીસા ખાતે વિકસાવવામાં આવી રહેલા મહત્વાકાંક્ષી ‘ડેઝર્ટ ઝૂઓલોજિકલ પાર્ક અને નાઇટ સફારી’ પ્રોજેક્ટને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ આશરે 103 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલો હશે અને તેની અંદાજિત કિંમત ₹542.14 કરોડ છે. ગુજરાત વન વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલા આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ વન્યજીવ સંરક્ષણની સાથે સાથે ઇકો-ટૂરિઝમને પણ વેગ આપવાનો છે. જૂના ડીસા ખાતે બનનાર આ પ્રોજેક્ટ સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની માર્ગદર્શિકા મુજબ તૈયાર કરવામાં આવ્યો છે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ આ સમાચાર સત્તાવાર રીતે જાહેર કર્યા છે. સમૃદ્ધ પ્રાણી-પક્ષીઓનું ઘર બનશે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણ માળીએ જણાવ્યું હતું કે, આ ઝૂમાં આશરે 83 પ્રજાતિના 2,700 જેટલા દેશી અને વિદેશી પ્રાણી-પક્ષીઓ રાખવામાં આવશે. ઝૂ માત્ર પ્રવાસન સ્થળ નહીં પરંતુ વન્યજીવ સંરક્ષણ, પ્રજનન, રેસ્ક્યૂ, પુનર્વસન અને પર્યાવરણીય શિક્ષણ માટેની આધુનિક સુવિધા તરીકે પણ વિકસાવવામાં આવશે. સૂર્યાસ્ત બાદ નાઇટ સફારીનો રોમાંચ પ્રોજેક્ટનું સૌથી મોટું આકર્ષણ ડ્રાઇવ-થ્રુ નાઇટ સફારી રહેશે. સૂર્યાસ્ત બાદ મુલાકાતીઓ ખાસ ડિઝાઇન કરાયેલા એન્ક્લોઝરમાં નિશાચર અને અન્ય વન્યજીવોને નજીકથી નિહાળી શકશે. અહીં અલગ ડે ઝૂ ઉપરાંત નાઇટ સફારી માટે પાંચ સમર્પિત એન્ક્લોઝર બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટ એશિયાનું પ્રથમ ડેઝર્ટ-થીમ આધારિત ઝૂ અને વિશ્વનું ચોથું નાઇટ સફારી ઝૂ બનવા જઈ રહ્યું છે. ઉત્તર ગુજરાતના પ્રવાસન સર્કિટમાં આ સ્થળ મહત્વનું આકર્ષણ બની શકે છે. વૈવિધ્યસભર વન્યજીવોનું નિવાસસ્થાન ઝૂમાં ભારતીય રણ અને અર્ધ-રણ વિસ્તારમાં જોવા મળતા પ્રાણીઓ સાથે વિદેશી પ્રજાતિઓને પણ સ્થાન આપવામાં આવશે. ભારતીય પ્રજાતિઓમાં ચિંકારા, કાળિયાર, ભારતીય ઘૂડખર, ભારતીય વરુ, શિયાળ, ઝરખ, કેરેકલ, ભારતીય રણ લોમડી, ડેઝર્ટ હેર, શાહુડી, સસલું અને રીંછ સહિતના પ્રાણીઓનો સમાવેશ થશે. આફ્રિકન રણની પ્રજાતિઓમાં એંગોલન જિરાફ, ગ્રેવીઝ ઝેબ્રા, સિમિટાર ઓરિક્સ, આફ્રિકન કુડુ, સ્પ્રિંગબોક, અદ્રા ગેઝેલ, બ્લેક રાઇનોસરોસ, ચિમ્પાન્ઝી, મીરકાટ, આફ્રિકન ચિત્તો, આફ્રિકન સિંહ અને શાહમૃગ મુખ્ય આકર્ષણ રહેશે. ઓસ્ટ્રેલિયન રણના પ્રાણીઓમાં કાંગારૂ, એમુ અને વોલાબી પણ મુલાકાતીઓને જોવા મળશે. આધુનિક સુવિધાઓ અને ટેકનોલોજી પ્રોજેક્ટમાં વિવિધ પ્રજાતિઓ માટે અલગ-અલગ એન્ક્લોઝર ઉપરાંત પક્ષીઘર, સરિસૃપ ઘર, બટરફ્લાય પાર્ક, રેપ્ટાઇલ સફારી, રેઇન ફોરેસ્ટ બાયોમ અને એક્વેરિયમ પણ બનાવવામાં આવશે. મુલાકાતીઓ માટે ઇન્ટરપ્રિટેશન સેન્ટર, ફૂડ કોર્ટ, સોવેનિયર શોપ અને ગોલ્ફ કાર્ટ સેવા જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. પ્રકૃતિને નુકસાન ન થાય તે માટે, પ્રોજેક્ટમાં વર્ષાજળ સંચય, સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ અને સોલર એનર્જી જેવી પર્યાવરણીય અનુકૂળ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. પ્રવાસન કડી મજબૂત બનશે ડીસાનું આ નવું ઝૂ વડનગર, અંબાજી અને નડાબેટ જેવા ઉત્તર ગુજરાતના પ્રવાસન સ્થળો સાથે પ્રવાસન સર્કિટને વધુ મજબૂત કરી શકે છે. વન વિભાગના જણાવ્યા પ્રમાણે આ પ્રોજેક્ટ ભવિષ્યમાં વન્યજીવ સંરક્ષણ અને ઇકો-ટૂરિઝમ માટે ફ્લેગશિપ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવાનું લક્ષ્ય ધરાવે છે. આ પ્રોજેક્ટથી ઉત્તર ગુજરાતમાં માત્ર નવું પ્રવાસન સ્થળ જ નહીં પરંતુ, વન્યજીવ સંરક્ષણ, પર્યાવરણીય શિક્ષણ અને રણ વિસ્તારની વિશિષ્ટ જૈવવિવિધતાને લોકો સુધી પહોંચાડવા માટેનું મોટું કેન્દ્ર ઊભું થશે.
    Click here to Read More
    Previous Article
    પટણી દેવીપૂજક સમાજનો સાંસ્કૃતિક ઇતિહાસ:સ્મશાન ભૂમિમાં શ્રદ્ધાંજલિની અનન્ય પરંપરા, પરંપરા અને પર્યાવરણનો સમન્વય
    Next Article
    ભુજમાં HIV-ટીબી જાગૃતિ કાર્યક્રમ યોજાયો:સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટમાં IEC અભિયાન-3.0 નો પ્રારંભ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment