Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વ્યારા સુગર ફેક્ટરીના મજૂરોની જીત:પોલીસની મધ્યસ્થી બાદ ₹51.33 લાખની બાકી મજૂરી ચૂકવાઈ, મિલના કમ્પાઉન્ડમાં જ ભૂખ્યા-તરસ્યા બેસી રહ્યા હતા

    2 days ago

    તાપી જિલ્લાની વ્યારા સુગર ફેક્ટરીમાં લાંબા સમયથી અટકેલી મજૂરીના નાણાં મુદ્દે ચાલી રહેલા ગજગ્રાહનો આખરે સુખદ અંત આવ્યો છે. મજૂર આગેવાનોની આક્રમક લડત અને તાપી જિલ્લા પોલીસ અધિક્ષકની સક્રિય મધ્યસ્થી બાદ ફેક્ટરી તંત્રએ નમતું જોખી કુલ 51.33 લાખ રૂપિયાની ચૂકવણી કરી છે. પરસેવાની કમાણી મળતા મજૂર પરિવારોમાં રાહતની લાગણી ફેલાઈ છે. સત્તાધીશો ઓફિસને તાળા મારી પલાયન થયા હતા છેલ્લા ઘણા સમયથી સુગર મિલ દ્વારા મજૂરોને ચૂકવવામાં આવતા લાખો રૂપિયા બાબતે આનાકાની કરવામાં આવતી હતી. મજૂર આગેવાનોનો આક્ષેપ હતો કે તંત્ર દ્વારા વારંવાર નવી તારીખો આપી ખોટા ધક્કા ખવડાવવામાં આવતા હતા. વિવાદ ત્યારે વકર્યો હતો જ્યારે મજૂર આગેવાનોને મંત્રણા માટે બોલાવી સુગરના સત્તાધીશો ઓફિસને તાળા મારી પલાયન થઈ ગયા હતા. આ અસંવેદનશીલ વર્તનને કારણે મજૂરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ભૂખ્યા-તરસ્યા મજૂરોનો કમ્પાઉન્ડમાં પડાવ પોતાના હકના નાણાં મેળવવા માટે મજૂર આગેવાનો વ્યારા સુગર મિલના કમ્પાઉન્ડમાં જ ભૂખ્યા-તરસ્યા બેસી રહ્યા હતા. જ્યાં સુધી રકમ નહીં મળે ત્યાં સુધી કમ્પાઉન્ડ ન છોડવાની ચીમકી સાથે મજૂરોએ મક્કમ નિર્ધાર કર્યો હતો. અંતે આ મામલે મજૂર આગેવાનોએ તાપી જિલ્લા પોલીસ અધિક્ષકની મુલાકાત લઈ લેખિત ફરિયાદ નોંધાવી ન્યાયની ગુહાર લગાવી હતી. પોલીસની દરમિયાનગીરી અને નાણાંની ચૂકવણી મામલો પોલીસ સુધી પહોંચતા તંત્ર હરકતમાં આવ્યું હતું. પોલીસના કડક વલણ બાદ ફેક્ટરી વહીવટદારોએ ચૂકવણીની તૈયારી દર્શાવી હતી. જે અંતર્ગત પ્રથમ તબક્કે 21.33 લાખ રૂપિયા રોકડા ચૂકવાયા. બીજા તબક્કે 30 લાખ રૂપિયાની ચુકવણી કરવામાં આવી. આમ, અત્યાર સુધીમાં કુલ 51.33 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. બાકી રહેતી રકમ માટે ચેકની વ્યવસ્થા કરવામાં આવી છે. જે મજૂરો બેંક ખાતામાં નાણાં મેળવવા માંગે છે. તેમના ખાતામાં રકમ ટ્રાન્સફર કરવામાં આવશે, જ્યારે અન્ય મજૂરોને આગામી સોમવારે રોકડ રકમ ચૂકવવાની ખાતરી આપવામાં આવી છે. મજૂરોની એકતા અને પોલીસ પ્રશાસનની હકારાત્મક ભૂમિકાને કારણે ગરીબ શ્રમિકોને તેમનું વળતર મળ્યું છે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં પાટીદાર સગીરાની છેડતી, ચૂંટણીના આગલા દિવસે ભયાવહ માહોલ:મહંમદ અઝીઝને પોલીસે ફટકાર્યો, ભાજપ જિંદાબાદના નારા લાગ્યા ને મહિલાઓ વિફરી, બંગડી બતાવી ‘ભાજપ હાય હાય’ના નારા લગાવ્યા
    Next Article
    'છોકરીઓને શું ઘરમાં બેસી રહેવાનું?', VIDEO:'કાલે રાત્રે ભાજપ વાળા ક્યાં ગયા હતા બધા?', સુરતમાં પાટીદાર સગીરાના છેડતીથી મહિલાઓએ શું શું કહ્યું?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment