Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બજાર ખુલતાની સાથે જ સોનું-ચાંદીના ભાવ તૂટ્યાં:સોનું ₹5,000 અને ચાંદી ₹9,058 ગગડી; ખરીદદારો માટે બમ્પર તક અને રોકાણકારોમાં હલચલ

    12 hours ago

    સોના-ચાંદી અત્યારે ખૂબ જ રસપ્રદ વળાંક પર છે. ઘણા સમયથી ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે પણ વૈશ્વિક બજારમાં ગોલ્ડ-સિલ્વરના ભાવ ઝડપથી ઘટ્યા છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં ઘટ્યા ભાવ ઇન્ટરનેશનલ માર્કેટ એટલે કે Comex પર આજે એટલે કે શુક્રવારે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. Comex પર સોનામાં 4.35% સુધીનો ઘટાડો આવ્યો છે અને તે 3525.00 ડૉલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરતું જોવા મળ્યું. બીજી તરફ, ચાંદીના ભાવ 7.11% સુધી તૂટ્યા છે અને આમ તેની કિંમત 41.250 ડૉલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરતી જોવા મળી. ઘરેલુ બજારમાં ધડામ થઈ કિંમત સોના-ચાંદીની કિંમતો સતત ઘટાડામાંથી પસાર થઈ રહી છે. સોનું 1 વર્ષના સૌથી નીચા સ્તરે પહોંચી ચૂક્યું છે. આજે ફરી ઘરેલુ બજારમાં ઘટાડો જોવા મળ્યો છે. આજે સોનું સસ્તું થઈને આશરે ₹1.22 લાખ પ્રતિ 10 ગ્રામની આસપાસ ટ્રેડ કરતું જોવા મળ્યું. જ્યારે ચાંદી ઘટાડા સાથે ₹1.48 લાખ પ્રતિ કિલોગ્રામની આસપાસ ટ્રેડ કરતી જોવા મળી. MCX પર સોના-ચાંદી બંનેમાં ભારે ઘટાડો મલ્ટી કોમોડિટી એક્સચેન્જ એટલે કે MCX પર ડિસેમ્બર ડિલિવરીવાળું સોનું 5000 રૂપિયા સુધી ઘટી ગયું અને કિંમત ₹1,22,430 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરતું જોવા મળ્યું. બીજી તરફ, ચાંદીની વાત કરીએ તો તેમાં 9058 રૂપિયા સુધીનો ઘટાડો જોવા મળ્યો અને કિંમત ₹1,48,424 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ. ખરીદદારોની થઈ મોજ બજાર ખુલતાની સાથે જ સોના-ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો. ગોલ્ડ રેટ્સની વાત કરીએ તો 24 કેરેટ સોનું આશરે ₹123,120 પ્રતિ 10 ગ્રામની આસપાસ કારોબાર કરી રહ્યું છે, જ્યારે 22 કેરેટ સોનું લગભગ ₹112,653 પ્રતિ 10 ગ્રામની આસપાસ જળવાઈ રહ્યું છે. તો 18 કેરેટ ગોલ્ડ ₹92,340 પ્રતિ 10 ગ્રામની નજીક ટ્રેડ કરી રહ્યું છે. બુલિયન માર્કેટમાં ચાંદીની કિંમત લગભગ ₹148,730 પ્રતિ કિલોગ્રામની આસપાસ ટ્રેડ કરતી જોવા મળી. 1 વર્ષમાં સોના-ચાંદીનો ભાવ સોના-ચાંદીમાં ભારે ઘટાડાનું કારણ શું છે? સોના-ચાંદીમાં ઘટાડાનું મુખ્ય કારણ અમેરિકી ડૉલરનું મજબૂત થવું અને અમેરિકામાં વ્યાજદરો વધવાની શક્યતા છે. અમેરિકામાં મોંઘવારી હજુ પણ ઘટી રહી નથી. આ જ કારણે બજારને આશા છે કે અમેરિકી ફેડરલ રિઝર્વ ડિસેમ્બરની બેઠકમાં વ્યાજદરો વધારી શકે છે. ફેડની છેલ્લી બેઠકની જાહેર થયેલી મિનિટ્સ પરથી જાણવા મળ્યું કે લગભગ તમામ અધિકારીઓ માને છે કે મોંઘવારીને નિયંત્રિત કરવા માટે વ્યાજદરોમાં વધુ વધારો કરવો પડી શકે છે. અમેરિકી ડૉલર આ અઠવાડિયે એપ્રિલ 2025 પછીના પોતાના સૌથી ઊંચા સ્તરે પહોંચી ગયો. જ્યારે ડૉલર મજબૂત થાય છે, ત્યારે અન્ય દેશોના લોકો માટે ડૉલરમાં ખરીદવામાં આવતું સોનું મોંઘું બની જાય છે. તેનાથી સોનાની માગ ઘટી શકે છે અને કિંમતો પર દબાણ આવે છે. ફેડરલ રિઝર્વના કેટલાક અધિકારીઓએ પણ કહ્યું છે કે મોંઘવારીને જોતા વ્યાજદરોમાં વધુ વધારો કરવાની જરૂર પડી શકે છે. બજારના જાણકારો અનુસાર, રોકાણકારોને આશા છે કે ડિસેમ્બરમાં વ્યાજદરોમાં 0.25%નો વધારો થઈ શકે છે. તેની સંભાવના 94% માનવામાં આવી રહી છે, જ્યારે 0.50%ના વધારાની સંભાવના 6% છે. વ્યાજદરો વધવાથી સોનામાં રોકાણ ઓછું આકર્ષક બની જાય છે, કારણ કે સોનું રાખવા પર રોકાણકારોને કોઈ વ્યાજ મળતું નથી. બીજી તરફ, બેંક અને અન્ય રોકાણ વિકલ્પો વધુ સારું વળતર આપી શકે છે. આ ઉપરાંત શેરબજારમાં ઘટાડાને કારણે કેટલાક રોકાણકારો નુકસાનની ભરપાઈ કરવા માટે સોનું અને ચાંદી પણ વેચી રહ્યા છે. આજનું માર્કેટઃ સેન્સેક્સ 250 પોઈન્ટ ઘટીને 82,800 પર ટ્રેડિંગ:નિફ્ટીમાં 70 પોઈન્ટનો ઘટાડો; મેટલ અને રિયલ્ટી શેરોમાં સૌથી વધુ વેચવાલી
    Click here to Read More
    Previous Article
    GTA 6's Brutal Side: Player Shoots Woman 24 Times In Viral Clip
    Next Article
    આર્યને પિતા શાહરુખને 'બીસ્ટ' ગણાવ્યા:કહ્યું- 'નંબર-1 વ્યક્તિ સાથે સરખામણી થવી પ્રશંસાની વાત છે', સલમાનનો મજેદાર કિસ્સો પણ સંભળાવ્યો

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment