Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ₹5000 ઇનામી આંતરરાજ્ય વોન્ટેડ આરોપી ગીર સોમનાથમાં ઝડપાયો:ભાણવડના પાછતરડી ગામેથી LCB ટીમે દબોચ્યો, મધ્યપ્રદેશમાં પણ ગુના

    11 hours ago

    ગીર સોમનાથ પોલીસે એક વિશેષ અભિયાન અંતર્ગત મોટી સફળતા મેળવી છે. ₹5000 ના ઇનામી અને આંતરરાજ્ય સ્તરે નાસતા ફરતા આરોપીને એલ.સી.બી. ટીમે ઝડપી પાડ્યો છે. પોલીસ સૂત્રો અનુસાર, જુનાગઢ રેન્જના ડીઆઇજીપી રાજેન્દ્રસિંહ ચુડાસમા અને જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ખાસ કરીને પ્રોહિબિશનના ગુનાઓમાં ફરાર આરોપીઓને પકડવા માટે સતત પ્રયાસો ચાલુ છે. આ કામગીરીના ભાગરૂપે, એલ.સી.બી.ના પો.ઇન્સ્પેક્ટર એસ.વી. રાજપુત અને તેમની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના પાછતરડી ગામેથી અરજન બધાભાઈ મકવાણા (ઉંમર 30) ને ઝડપી પાડવામાં આવ્યો હતો. પકડાયેલ આરોપી પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન ગુનામાં વોન્ટેડ હતો. આ ઉપરાંત, તે મધ્યપ્રદેશ રાજ્યના ખરગોન જિલ્લાના મંડલેશ્વર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગંભીર ગુનાઓમાં પણ ફરાર હતો. મધ્યપ્રદેશ પોલીસે તેની ધરપકડ માટે ₹5,000 નું ઇનામ જાહેર કર્યું હતું. આરોપી અરજન મકવાણાનો ગુનાહિત ઇતિહાસ લાંબો છે. તે અગાઉ પણ દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને ભાણવડ પોલીસ સ્ટેશનોમાં વિવિધ પ્રોહિબિશન તેમજ અન્ય ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે. ઝડપાયેલા આરોપીને પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી માટે રાખવામાં આવ્યો છે. પોલીસે તેની વધુ પૂછપરછ શરૂ કરી છે અને આ ગુનાઓમાં સંડોવાયેલા અન્ય તત્વો સુધી પહોંચવા માટે તપાસ હાથ ધરી છે. ગીર સોમનાથ પોલીસની આ કાર્યવાહીથી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ગોધરા પોલીસે દાહોદના વોન્ટેડ આરોપીને ઝડપ્યો:પ્રોહિબિશન ગુનામાં ઘણા સમયથી ફરાર હતો, નાસતા-ફરતા આરોપીઓને પકડવાની ખાસ ઝુંબેશ
    Next Article
    મોરબી કોંગ્રેસ 3 બેઠકો પર ઉમેદવારી પત્ર ભરી શકી નહીં:52માંથી અધૂરા ફોર્મ, સોગંદનામા કે દાખલાના અભાવે રદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment