Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શ્રાવણ માસમાં ફરાળનાં નામે ભેળસેળ !:રાજકોટમાં પેટીસ બનાવવામાં મકાઈનાં લોટનો ઉપયોગ કર્યાનો પર્દાફાશ, 3 પેઢીને નોટિસ, 52 કિલો અખાદ્ય જથ્થાનો નાશ

    9 hours ago

    રાજકોટમાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ઉપવાસ અને એકટાણાં કરતા શ્રદ્ધાળુઓ સાથે ફરાળના નામે ભેળસેળ કરી લોકોના આરોગ્ય સાથે ચેડાં થતાં હોવાનો પર્દાફાશ થયો છે. રાજકોટ મહાપાલિકાની ફૂડ શાખાએ શહેરમાં હાથ ધરેલા દરોડા દરમિયાન ફરાળી પેટીસમાં બટાટા કે રાજગરાના લોટને બદલે સસ્તા મકાઈના લોટ અને મકાઈના સ્ટાર્ચનું મિશ્રણ કરીને વેચાણ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. શ્રદ્ધાળુઓની આસ્થા અને સ્વાસ્થ્ય બંને સાથે રમત રમતા આવી બેદરકાર પેઢીઓ સામે મનપાના ફૂડ વિભાગે લાલ આંખ કરીને કડક દંડાત્મક કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગત મુજબ ફૂડ વિભાગની ટીમે અલગ-અલગ વિસ્તારોમાં આવેલી કુલ 44 જેટલી પેઢીઓ અને વેપારી એકમોમાં અચાનક સર્વેલન્સ ચેકિંગ હાથ ધર્યું હતું. આ તપાસ દરમિયાન 150 ફૂટ રીંગ રોડ પર આવેલ જાણીતી 'જૈન સ્વિટ નમકીન સ્નેક્સ' નામની પેઢીમાંથી મકાઈવાળો લોટ ભેળવેલી ફરાળી પેટીસ, મકાઈનો સ્ટાર્ચ તેમજ બટેટાના સ્ટાર્ચવાળો માવો મળીને કુલ 32 કિલો જેટલો શંકાસ્પદ અને અખાદ્ય જથ્થો મળી આવ્યો હતો, જેને સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત મુંજકાનાં 'કૃષ્ણમ કાઠિયાવાડી'માંથી પણ વાસી સબ્જી, બાંધેલો વાસી લોટ અને પ્રિપેડ ફૂડ મળીને 20 કિલો અખાદ્ય સામગ્રી મળી આવતાં તેનો નાશ કરાયો હતો. આમ, મહાનગરપાલિકાની ટીમે કુલ 52 કિલો અખાદ્ય તથા વાસી ખોરાકનો જથ્થો નાશ કરીને શ્રદ્ધાળુઓના પેટમાં જતાં અટકાવ્યો હતો. શ્રાવણ માસ દરમિયાન ફરાળી વાનગીઓમાં ભેળસેળ, અસ્વચ્છતા, ગંદકી તેમજ ફૂડ લાયસન્સ વગર વેપાર કરવા બદલ કૃષ્ણમ કાઠિયાવાડી, જૈન સ્વિટ નમકીન સ્નેક્સ અને નાના મવા મેઇન રોડ સ્થિત શ્રી લક્ષ્મી સ્વીટ ફરસાણ સહિત કુલ 3 પેઢીઓને નોટિસ આપવામાં આવી હતી. આ તમામ એકમો પાસેથી નિયમોના અનાદર બદલ કુલ રૂ. 3,500 નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. તહેવારો ટાણે લોકોને શુદ્ધ ખોરાક મળે તે સુનિશ્ચિત કરવા માટે FSS-એક્ટ હેઠળ વિવિધ 17 પેઢીઓમાંથી ફરસાણ તેમજ રો-મટીરિયલના 17 નમૂનાઓ લેવામાં આવ્યા હતા. જેમાં ફરાળી પેટીસ માટેનો લોટ, તીખા ગાઠીયા, પાપડી, નાયલોન સેવ, સેવ, શક્કરપારા, ગુલાબ પુરી, મેથીવાળા ગાંઠીયા, સેવ ગુંદી, ભાવનગરી ગાંઠીયા અને ચંપાકલી ગાંઠીયા જેવા લુઝ નમૂનાઓ મેળવીને વધુ પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. આ ઝુંબેશ દરમિયાન ફૂડ વિભાગની ટીમે ગુરુ પ્રસાદ ચોક, અંકુર રોડ, કોઠારીયા રોડ, રૈયા રોડ, કાલાવડ રોડ અને યુનિવર્સિટી રોડ જેવા વિવિધ વિસ્તારોમાં આવેલી પ્રોવિઝન સ્ટોર્સ, ડેરી ફાર્મ, શોપિંગ સેન્ટર, તેમજ બર્ગર કિંગ, બડીઝ પીઝા અને પટેલ વિહાર રેસ્ટોરેન્ટ સહિત કુલ 29 પેઢીઓમાં સ્થળ તપાસ કરીને સ્વચ્છતા અને ગુણવત્તા જાળવવા અંગે કડક સૂચનાઓ આપી હતી. શ્રાવણ માસમાં ફરાળના નામે થતી આ ભેળસેળ સામે મનપાની કાર્યવાહીથી ભેળસેળિયા વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે.
    Click here to Read More
    Previous Article
    નેપાળના પૂરમાં કેવી રીતે બચ્યું 40 વર્ષ જૂનું 'ગ્રીન હાઉસ'?:માલિકે કહ્યું- પાયો મજબૂત બનાવ્યો હતો, નદી કિનારે ઘર હતું એટલે વધુ ધ્યાન આપ્યું હતું
    Next Article
    ભાવનગર રેલવેના 5 કર્મચારીઓ DRM એવોર્ડથી સન્માનિત:ગુડ્સ ડીલિંગ, વેગન ટર્ન અરાઉન્ડ અને ગ્રાહક સમન્વયમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ સન્માન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment