Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શેરબજારમાં રોકાણના નામે ₹50 કરોડનું દેશવ્યાપી કૌભાંડ:ફેક SEBI સર્ટિફિકેટ અને બોગસ એપથી ઠગતી ગેંગના 4 ઝડપાયા, દુબઈ કનેક્શન ખુલ્યું

    1 day ago

    શેરબજારમાં રોકાણના નામે સામાન્ય નાગરિકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરતી એક આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટનો સાયબર ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. પોલીસે આ કેસમાં આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય નેટવર્ક ધરાવતી ટોળકીના ચાર સાગરીતો ઇરફાન ઇમ્તિયાઝઅલી શેખ (રહે. વડોદરા) તેમજ જમાલપુર (અમદાવાદ)ના સોહેબ યાસીનભાઈ જોજાવરવાલા, શેહઝાદ રફીકભાઈ અજમેરવાલા અને ઇસ્તિયાક યુસુફભાઈ રીયાવાલાની ધરપકડ કરી છે. આ ટોળકી સામે દેશભરના 15થી વધુ રાજ્યોમાં 80થી વધુ ગુના નોંધાયેલા છે અને અત્યાર સુધીમાં રૂ. 50 કરોડથી વધુના આર્થિક વ્યવહારો આચરવામાં આવ્યા હોવાનું તપાસમાં ખુલ્યું છે. બનાવટી SEBI સર્ટિફિકેટ અને 'JB X One' એપથી ઝાળ પાથરી ₹67.92 લાખ પડાવ્યા સાયબર ક્રાઇમમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, ઠગબાજોએ ફરિયાદીનો વોટ્સએપ પર સંપર્ક કરી નામાંકિત Julius Baer કંપનીની 'JB X One' નામની ફેક ટ્રેડિંગ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી. રોકાણકારોને વિશ્વાસમાં લેવા માટે તેમણે શૂન્ય બ્રોકરેજ ચાર્જની ખાતરી આપી હતી. ઉપરાંત, પોતાની કંપની માન્ય હોવાનો ભરોસો બેસાડવા માટે માર્કેટ રેગ્યુલેટર SEBI (સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા)ના નામ, લોગો તેમજ બનાવટી સહી-સિક્કાવાળા ફેક સર્ટિફિકેટ મોકલીને રોકાણ કરાવવાનું શરૂ કર્યું હતું. 'અંજુ ગર્ગ'ના નામે બ્લોક ટ્રેડિંગ અને રોજના 20% નફાની લાલચ આપી વધુ રોકાણ કરાવ્યું પ્રાથમિક રોકાણ બાદ ટોળકીએ ICICI Securitiesમાંથી બોલતી હોવાનો દાવો કરી 'અંજુ ગર્ગ' તરીકે ઓળખ આપતી મહિલા મારફતે ફરિયાદીને સંપર્ક કર્યો હતો. બ્લોક ટ્રેડિંગમાં રોજના 5% થી 20% સુધીના તોતિંગ નફાની લાલચ આપીને 'ID-QSB' નામની અન્ય એક બનાવટી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી. એપ્લિકેશનના ડિસ્પ્લે પર મોટો નફો અને ઊંચું બેલેન્સ બતાવીને ફરિયાદી પાસેથી તબક્કાવાર કુલ 67.92 લાખ જમા કરાવી લીધા હતા. વિડ્રોઅલ વખતે ટેક્સના નામે વધારાના પૈસાની માગણી થતાં ભાંડો ફૂટ્યો જ્યારે ફરિયાદીએ પોતાનો નફો અને મૂળ રકમ ઉપાડવા પ્રયાસ કર્યો ત્યારે ગઠિયાઓએ નવો પેંતરો રચ્યો હતો. આરોપીઓએ રકમ ઉપાડવા માટે 20 ટકા શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ અને 4 ટકા હેલ્થ એન્ડ એજ્યુકેશન સેસ પેટે વધારાના નાણાં જમા કરાવવાની માંગણી કરી હતી. કોઈપણ સંજોગોમાં રકમ પાછી ન મળતાં આખરે ભોગ બનનારને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો અને તેમણે સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. કમિશન એજન્ટથી લઈ દુબઈ હેન્ડલર્સ સુધીનું મજબૂત નેટવર્ક પોલીસ તપાસમાં આ કૌભાંડ પાછળનું સુવ્યવસ્થિત આંતરરાષ્ટ્રીય કાવતરું સામે આવ્યું છે. ઝડપાયેલા આરોપીઓ પાસેથી 30થી વધુ બેંક એકાઉન્ટ કિટ્સ મળી આવી છે. પોલીસે હાલ આ ટોળકીના તાર વિદેશમાં ક્યાં સુધી વિસ્તરેલા છે અને દુબઈ બેઠેલા મુખ્ય હેન્ડલર્સ કોણ છે તે દિશામાં ઘનિષ્ઠ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    અમરેલી-ગીર સોમનાથમાં મિનિ વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ:કોડીનારના ઘાંટવડમાં મકાનના પતરા ઉડ્યા, પેટ્રોલપંપના સ્ટ્રક્ચરને નુકસાન; ખાંભામાં વીજળી પડતા મહિલાનું મોત
    Next Article
    સરદારધામ દ્વારા સરદાર પટેલની 151મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી:31 ઓક્ટોબરે મનોજ જોશીનું 'સરદાર' નાટક, જાન્યુઆરી 2027માં મેગા ઈન્ટરનેશનલ કન્વેન્શનનું આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment