Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરદારધામ દ્વારા સરદાર પટેલની 151મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી:31 ઓક્ટોબરે મનોજ જોશીનું 'સરદાર' નાટક, જાન્યુઆરી 2027માં મેગા ઈન્ટરનેશનલ કન્વેન્શનનું આયોજન

    1 day ago

    સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિ નિમિત્તે સરદારધામ દ્વારા એક ભવ્ય હિન્દી નાટ્યપ્રસ્તુતિનું આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય સ્તરે ખ્યાતનામ અભિનેતા મનોજ જોશી દ્વારા દિગ્દર્શિત અને અભિનીત 'સરદાર – ધ આર્કિટેક્ટ ઑફ યુનાઈટેડ ઈન્ડિયા' નાટકનું મંચન 31 ઓક્ટોબરની સાંજે સરદારધામ ફેઝ-2 કન્યા છાત્રાલયની બાજુમાં આવેલા વિશાળ ગ્રાઉન્ડ ખાતે થશે. મુંબઈ સહિત સમગ્ર દેશમાં સફળતાપૂર્વક ભજવાયેલું આ નાટક યુવા પેઢીને સરદાર સાહેબના જીવન, રાષ્ટ્રવાદ અને અખંડ ભારતના નિર્માણના મૂલ્યોથી માહિતગાર કરશે. માત્ર આમંત્રિતો માટે રાખવામાં આવેલા આ કાર્યક્રમમાં 5 હજારથી વધુ મહાનુભાવો ઉપસ્થિત રહેવાની શક્યતા છે. રાષ્ટ્રીય એકતાના સંદેશ સાથે વર્ષભર ચાલશે 'હર ઘર સરદાર' અભિયાન સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિ વર્ષ દરમિયાન સરદારધામ દ્વારા 'હર ઘર સરદાર' અભિયાન હાથ ધરવાની જાહેરાત કરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત લોખંડી પુરુષ સરદાર પટેલના કાર્યો, વિચારધારા અને રાષ્ટ્રનિર્માણના સાહિત્યને દેશના પ્રત્યેક નાગરિક સુધી પહોંચાડવામાં આવશે. રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાનો સંદેશ જન-જન સુધી પહોંચે તે હેતુથી વર્ષ દરમિયાન વિવિધ સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું આયોજન કરાશે. અમદાવાદમાં 7થી 9 જાન્યુઆરી દરમિયાન ત્રણ દિવસીય ઈન્ટરનેશનલ કન્વેન્શન વિશ્વભરમાં વસતા પાટીદાર સમાજનું સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક નેટવર્કિંગ વધુ સુદૃઢ કરવાના ઉદ્દેશથી સરદારધામ દ્વારા અમદાવાદમાં આગામી 7, 8 અને 9 જાન્યુઆરી, 2027 દરમિયાન ત્રણ દિવસીય 'ઈન્ટરનેશનલ કન્વેન્શન'નું આયોજન કરાયું છે. આ મંચ પર દેશ-વિદેશના અગ્રણી ઉદ્યોગપતિઓ, નીતિ-નિર્માતાઓ અને વિવિધ ક્ષેત્રના તજજ્ઞો એકત્ર થઈને સમાજ અને રાષ્ટ્રના સર્વાંગી વિકાસ અંગે મનોમંથન કરશે. ત્રણ દિવસીય કન્વેન્શનનું વિસ્તૃત આયોજન 'મિશન-2047': ₹10,000 કરોડનું ફંડ અને યુવા સશક્તિકરણ માટેના 5 સુવર્ણ લક્ષ્યાંકો સરદારધામ દ્વારા દેશના શતાબ્દી વર્ષને ધ્યાને રાખીને 'મિશન-2047'નો રોડમેપ જાહેર કરવામાં આવ્યો છે. આ ભગીરથ કાર્ય માટે ₹10,000 કરોડનું ફંડ એકત્ર કરવાનો સંકલ્પ લેવાયો છે. સંસ્થા દ્વારા નક્કી કરાયેલા 5 મુખ્ય લક્ષ્યાંકો નીચે મુજબ છે:
    Click here to Read More
    Previous Article
    શેરબજારમાં રોકાણના નામે ₹50 કરોડનું દેશવ્યાપી કૌભાંડ:ફેક SEBI સર્ટિફિકેટ અને બોગસ એપથી ઠગતી ગેંગના 4 ઝડપાયા, દુબઈ કનેક્શન ખુલ્યું
    Next Article
    વલસાડ નગરપાલિકાની બેઠકમાં ભાજપના સભ્યોએ પ્રમુખ અને COને સવાલ કર્યા:₹20 કરોડના કામો, ટેન્ડર અને વોર્ડના પ્રશ્નો પર ચર્ચા; કેટલાક સભ્યો બેઠક છોડીને ગયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment