Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભારતીય મહિલા હોકી ટીમને ₹50 લાખનું ઇનામ:દરેક ખેલાડીને ₹2 લાખ; વર્લ્ડ કપમાં 52 વર્ષ પછી ટૉપ-5 ફિનિશનું ઇનામ

    10 hours ago

    હોકી ઇન્ડિયાએ વુમન્સ હોકી ટીમને ₹50 લાખનું ઇનામ આપવાની જાહેરાત કરી છે. ગુરુવારે ભારતે વર્લ્ડ કપમાં 52 વર્ષ પછી ટૉપ-5માં સ્થાન મેળવ્યું હતું. ટીમે નેધરલેન્ડ્સના એમ્સટેલવીનમાં જર્મનીને 3-1થી હરાવ્યું હતું. ઇનામની રકમ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ વચ્ચે વહેંચવામાં આવશે. ટીમના દરેક ખેલાડીને ₹2 લાખ, જ્યારે સપોર્ટ સ્ટાફના દરેક સભ્યને ₹1 લાખ મળશે. હોકી ઇન્ડિયાના અધ્યક્ષ પદ્મશ્રી ડો. દિલીપ ટિર્કીએ ટીમના પ્રદર્શનની પ્રશંસા કરતા કહ્યું કે 52 વર્ષ પછી વર્લ્ડ કપમાં પાંચમા સ્થાને રહેવું ભારતીય મહિલા હોકી માટે ઐતિહાસિક સિદ્ધિ છે. ભારતે બીજા હાફમાં 3 ગોલ કર્યા કેપ્ટન સલીમા ટેટેની આગેવાની હેઠળ ભારતે ક્લાસિફિકેશન મેચમાં વર્લ્ડ નંબર-5 જર્મનીને 3-1થી હરાવ્યું. પ્રથમ બે ક્વાર્ટર ગોલરહિત રહ્યા, પરંતુ બીજા હાફમાં ભારતે ત્રણ ગોલ કરીને મેચ પર પકડ જમાવી લીધી. ઇશિકાએ 42મી મિનિટે પહેલો ગોલ કર્યો. ત્યારબાદ નવનીત કૌરે 44મી અને 47મી મિનિટે સતત બે ગોલ કરીને ભારતની લીડ 3-0 કરી દીધી. જર્મનીની લિન ક્રિંગ્સે 58મી મિનિટે એક ગોલ કર્યો, પરંતુ ભારતે 3-1થી મેચ જીતી લીધી. 1972માં ચોથા સ્થાને રહી હતી વર્લ્ડ કપમાં ભારતનું આ પહેલાનું શ્રેષ્ઠ પ્રદર્શન 1974માં આવ્યું હતું. ત્યારે ટીમ ચોથા સ્થાને રહી હતી. ત્યારબાદ 2026માં પાંચમા સ્થાને રહીને ભારતે 52 વર્ષ પછી ટૉપ-5માં સ્થાન બનાવ્યું. સમગ્ર ટુર્નામેન્ટમાં માત્ર એક હાર ભારતે ટુર્નામેન્ટની શરૂઆત ચીન સામે 2-2ની ડ્રોથી કરી. ત્યારબાદ સાઉથ આફ્રિકાને 6-1થી હરાવ્યું અને ઇંગ્લેન્ડ સામેની મેચ 0-0થી ડ્રો રહી. પૂલ-Dમાં બીજા સ્થાને રહીને ટીમ ટૉપ-8માં પહોંચી. ટોપ-8 સ્ટેજમાં ભારતને નેધરલેન્ડ્સ સામે 2-0થી હાર મળી. ત્યારબાદ સેમિફાઇનલમાં પહોંચવા માટે ઓસ્ટ્રેલિયા સામે જીત જરૂરી હતી, પરંતુ આ મેચ 0-0થી ડ્રો રહી. 11 ગોલ કર્યા, 6 ગોલ ખાધા ભારતે આખી ટુર્નામેન્ટમાં 11 ગોલ કર્યા અને 6 ગોલ ખાધા. ટીમ તરફથી 7 ખેલાડીઓએ ગોલ કર્યા. નવનીત કૌર 4 ગોલ સાથે ભારતની ટૉપ સ્કોરર રહી, જ્યારે દીપિકાએ 2 ગોલ કર્યા. હોકી ઇન્ડિયાએ કહ્યું- પ્રદર્શન ટીમની મહેનતનું પરિણામ હોકી ઇન્ડિયાના મહાસચિવ ભોલા નાથ સિંહે પણ ટીમના વખાણ કર્યા. તેમણે કહ્યું કે સલીમા ટેટે અને તેમની ટીમે દુનિયાની મજબૂત ટીમ સામે પોતાને સાબિત કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    વૈભવ સૂર્યવંશીએ કહ્યું- ઈશાન ભાઈ નથી જાણતા હું વિકેટ-ટેકર છું:દુલીપ ટ્રોફીમાં ત્રણ ઓવરમાં 2 વિકેટ લીધી હતી, બેટિંગમાં નિષ્ફળ રહ્યો
    Next Article
    'ઔકાતમાં રહે, અંદર ગયા પછી બહાર નહીં આવી શકે':ઓરીએ સમય રૈનાને ખુલ્લેઆમ ધમકાવ્યો; કોમેડિયને અર્ચના પૂરણ સિંહના પતિ અને દીકરાઓનું અપમાન કર્યું

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment