Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભુજમાં ₹50 હજારની લાંચ લેતાં IT એક્ઝિક્યુટીવ અને વચેટિયો ઝડપાયા:ખાણ-ખનિજ વિભાગમાં રેતી લીઝનું એકાઉન્ટ અનલૉક કરવાના બદલામાં માંગણી

    6 hours ago

    ભુજમાં ખાણ-ખનિજ વિભાગ સાથે સંકળાયેલા લાંચના કથિત કેસે ચકચાર જગાવી છે. રેતીની લીઝનું ઓનલાઈન એકાઉન્ટ અનલૉક કરવાના બદલામાં રૂ. 50 હજારની લાંચ માંગવામાં આવી હોવાની ફરિયાદ બાદ એસીબીએ છટકું ગોઠવી વચેટિયાને લાંચની રકમ સ્વીકારતાં રંગેહાથ ઝડપી લીધો હતો. ત્યારબાદ તપાસના આધારે કરાર આધારીત IT એક્ઝિક્યુટીવની પણ અટકાયત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ, ભુજ કલેક્ટર કચેરી ખાતે આવેલા ખાણ અને ખનિજ વિભાગમાં IT એક્ઝિક્યુટીવ તરીકે કરાર આધારે ફરજ બજાવતા 30 વર્ષીય જીનીશ નીતિનભાઈ આચાર્ય સામે લાંચની માંગણી અંગે ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદીની વર્ષ 2008માં મંજૂર થયેલી રેતીની લીઝનું ઓનલાઈન એકાઉન્ટ લૉક થઈ ગયું હતું. જેના કારણે ખનન કરાયેલા ખનિજના પરિવહન માટે જરૂરી રોયલ્ટી પાસ જનરેટ કરવામાં મુશ્કેલી ઊભી થઈ હતી. આ ટેકનિકલ સમસ્યાનું નિરાકરણ લાવી ઓનલાઈન એકાઉન્ટ ફરીથી સક્રિય કરવાના બદલામાં રૂ. 50 હજારની ગેરકાયદેસર રકમની માંગણી કરવામાં આવી હોવાનો આક્ષેપ છે. આ રકમની લેવડદેવડ માટે આશિષ કાળુભાઈ આચવડીયાનો વચેટિયા તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું ફરિયાદમાં સામે આવ્યું હતું. લાંચની રકમ સ્વીકારવા માટે વચેટિયાએ ફરિયાદીને ભુજના મુંદરા રોડ પર એરોપ્લેન સર્કલ નજીક આવેલા જોષી દહીંવડા સેન્ટર પાસે બોલાવ્યો હતો. ફરિયાદીએ લાંચ આપવાની અનિચ્છા દર્શાવી સમગ્ર મામલે એસીબીનો સંપર્ક કરતાં અધિકારીઓએ કાર્યવાહી હાથ ધરી હતી. ભુજ એસીબી પોલીસ ઈન્સ્પેક્ટર બી.એન. મોઢવાડીયાની આગેવાની હેઠળની ટીમે નિર્ધારિત સ્થળે છટકું ગોઠવ્યું હતું. વચેટિયા આશિષ આચવડીયાએ ફરિયાદી પાસેથી રૂ. 50 હજાર સ્વીકાર્યા બાદ એસીબીની ટીમે તેને ઝડપી લીધો હતો. બાદમાં પ્રાથમિક તપાસ અને મળેલા પુરાવાના આધારે IT એક્ઝિક્યુટીવ જીનીશ આચાર્યને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. સમગ્ર મામલે એસીબીએ બંને સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી વધુ તપાસ હાથ ધરી છે. તપાસ દરમિયાન લાંચની માંગણી, રકમની લેવડદેવડ અને અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી અંગે વધુ વિગતો બહાર આવે તેવી શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાત હાઈકોર્ટનો આસારામને હંગામી જામીન આપવા ઈનકાર:83 વર્ષીય પત્ની લક્ષ્મીદેવી નરોડાની હોસ્પિટલમાં દાખલ, પત્નીને મળવા જામીન અરજી કરી હતી
    Next Article
    નિવૃત્ત મર્ચન્ટ નેવીના કર્મચારી સાથે 1.33 કરોડનું ફ્રોડ:HSBC સિક્યોરિટીઝના નામે શેરબજારમાં કરોડોની કમાણીની લાલચ આપી ચૂનો ચોપડયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment