Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નિવૃત્ત મર્ચન્ટ નેવીના કર્મચારી સાથે 1.33 કરોડનું ફ્રોડ:HSBC સિક્યોરિટીઝના નામે શેરબજારમાં કરોડોની કમાણીની લાલચ આપી ચૂનો ચોપડયો

    6 hours ago

    શેરબજારમાં રોકાણ કરાવી ઊંચો નફો અપાવવાની લાલચ આપી સાયબર ઠગોએ નિવૃત્ત મર્ચન્ટ નેવી કર્મચારીને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડ્યો છે. ફેસબુક પર HSBC Securitiesના નામે આવેલી જાહેરાત મારફતે સંપર્કમાં આવેલા ઠગોએ વોટ્સએપ ગ્રૂપમાં જોડ્યા બાદ ઇન્સ્ટિટ્યૂશનલ સ્ટોકના નામે રોકાણ કરાવ્યું હતું. નિવૃત્ત કર્મચારી લાલચમાં આવી ગયા હોય તેમની પાસેથી તબક્કાવાર 1.34 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા બાદ માત્ર 1.50 લાખ રૂપિયા પરત આપી બાકીના રૂ.1.33 કરોડ નહીં ચૂકવી છેતરપિંડી આચરી હતી. વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં રહેતા 60 વર્ષીય નિવૃત્ત મર્ચન્ટ નેવી કર્મચારી મહેશભાઈ વાસવાણીએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ ICICI બેંકનું સેવિંગ એકાઉન્ટ તેમજ ગૂગલ-પે, ફોન-પે અને મોબાઇલ બેંકિંગનો ઉપયોગ કરે છે. ગત 3 ઓગસ્ટે તેઓ ફેસબુક પર સર્ફિંગ કરી રહ્યા હતા ત્યારે HSBC Securitiesના નામે એક જાહેરાત જોવા મળી હતી. જાહેરાત પર ક્લિક કરતાં તેમને વોટ્સએપ ગ્રૂપમાં એડ કરવામાં આવ્યા હતા. આ ગ્રૂપમાં પોતાને HSBC Investment અને HSBC Securities સાથે સંકળાયેલા હોવાનું જણાવતા વ્યક્તિઓ દ્વારા શેરબજારમાં સ્ટોકની ભલામણ કરવામાં આવી હતી. ત્યારબાદ ફરિયાદીને 761 VIP-Mahesh નામના અન્ય ગ્રૂપમાં એડ કરી ઇન્સ્ટિટ્યૂશનલ સ્ટોક ખરીદવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. SWASTIK INVESTMENT LIMITEDનો સ્ટોક સૂચવવામાં આવ્યો હતો, પરંતુ તેમાં અપર સર્કિટ હોવાથી ખરીદી ન શકાતા તેમને ઇન્સ્ટિટ્યૂશનલ એકાઉન્ટ ખોલાવવાની વાત કરવામાં આવી હતી. ત્યારબાદ એક વેબસાઇટ મારફતે ફોર્મ ભરાવી વ્યક્તિગત તથા રોકાણ સંબંધિત માહિતી મેળવવામાં આવી હતી અને HSBC Securitiesના નામ-લોગોવાળું સર્ટિફિકેટ પણ મોકલાયું હતું. 19 ઓગસ્ટે વેરિફિકેશન અને એપ્રુવલ થઈ ગયાનું જણાવીને HB ULTRA નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવવામાં આવી હતી. એપમાં મોબાઇલ નંબર, ઇન્વિટેશન કોડ, પાસવર્ડ અને ત્યારબાદ આધાર-પાન મારફતે KYC કરાવાયું હતું. 20 ઓગસ્ટથી ઇન્સ્ટિટ્યૂશનલ સ્ટોકના નામે રોકાણ શરૂ કરાવ્યું હતું. એપના ચેટબોટમાં મોકલવામાં આવતા અલગ-અલગ બેંક ખાતામાં રકમ ટ્રાન્સફર કરવાનું કહેવામાં આવતું હતું. 19 ઓગસ્ટથી 26 સપ્ટેમ્બર દરમિયાન અલગ-અલગ વ્યવહારોમાં રૂ.1.34 કરોડ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. તેમાં એક વ્યવહારમાં રૂ.50 હજારથી શરૂ કરીને રૂ.1 લાખ, રૂ.1.50 લાખ, રૂ.10 લાખ, રૂ.11 લાખ, રૂ.20 લાખ, રૂ.26.50 લાખ અને રૂ.50 લાખ સુધીની રકમ ટ્રાન્સફર કરાઈ હતી. તમામ રકમ ચૂકવ્યા બાદ પણ વધુ પૈસાની માંગણી ચાલુ રહેતાં તેમની સાથે છેતરપિંડીની શંકા ગઈ હતી. તેમણે 1930 સાયબર હેલ્પલાઇન પર સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. તેમની પાસેથી રૂ.1.34 કરોડ પડાવ્યા બાદ માત્ર રૂ.1.50 લાખ પરત કરી બાકીના રૂ.1.33 કરોડ પરત નહીં કરી છેતરપિંડી કરી હતી. વડોદરા સાયબર ક્રાઇમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ભુજમાં ₹50 હજારની લાંચ લેતાં IT એક્ઝિક્યુટીવ અને વચેટિયો ઝડપાયા:ખાણ-ખનિજ વિભાગમાં રેતી લીઝનું એકાઉન્ટ અનલૉક કરવાના બદલામાં માંગણી
    Next Article
    Delhi में Women Safety का Reality Check

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment