Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'ઓડિટ રિપોર્ટ અપલોડ નહીં કરો તો લાયસન્સ રદ થશે':₹50 લાખથી વધુ ટર્નઓવર ધરાવતા સાહુકારો માટે CA ઓડિટ ફરજિયાત, 101 સાહુકારોને નોટિસ ફટકારાઈ

    7 hours ago

    ગાંધીનગર જિલ્લામાં વ્યાજ અને પૈસા ધીરધાર કરતા સાહુકારો સામે વહીવટી તંત્ર દ્વારા કડક કાનૂની સિકંજો કસવામાં આવ્યો છે. ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમની જોગવાઈઓનું ઉલ્લંઘન કરનારા અને નિયત સમયમર્યાદામાં હિસાબી ઓડિટ રજૂ કરવામાં અખાડા કરનારા 101 જેટલા સાહુકારો સામે જિલ્લા રજિસ્ટ્રારે લાલ આંખ કરી છે. કાયદાકીય નિયમોની અવગણના કરનારા આ તમામ કસૂરવાર ધીરધારકોને કાયદેસરની કારણદર્શક નોટિસો પાઠવવામાં આવતાં સમગ્ર જિલ્લાના સાહુકાર આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે. ઓડિટ રિપોર્ટ ઓનલાઇન અપલોડ ન કરનારનું લાયસન્સ રદ થશે સહકારી મંડળીઓ અને સાહુકારોના જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા તમામ નોંધાયેલા સાહુકારોને આખરી ચેતવણી સાથે સ્પષ્ટ તાકીદ કરવામાં આવી છે કે, જો નિર્ધારિત સમયમાં ઓડિટ પ્રક્રિયા પૂર્ણ કરીને રિપોર્ટ પોર્ટલ પર અપલોડ કરવામાં નહીં આવે તો તેમનું ધીરધારનું લાયસન્સ સીધું રદ કરી દેવામાં આવશે. નાણાકીય વ્યવહારોમાં સંપૂર્ણ પારદર્શિતા જાળવી રાખવા તેમજ સામાન્ય નાગરિકોનું શોષણ અટકાવવા માટે તંત્ર દ્વારા વાર્ષિક ટર્નઓવરના આધારે ઓડિટ કરાવવાના કડક નિયમો નક્કી કરવામાં આવ્યા છે. ટર્નઓવર મુજબ CA અને સ્ટેચ્યુટરી ઓડિટના કડક નિયમો નિયમ મુજબ જે સાહુકારોનું વાર્ષિક ટર્નઓવર ₹50 લાખથી વધુ હોય તેમણે માન્ય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) પાસે પોતાના તમામ હિસાબોનું ઓડિટ કરાવવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. જ્યારે ₹50 લાખથી ઓછું વાર્ષિક ટર્નઓવર ધરાવતા નાના સાહુકારો માટે સ્ટેચ્યુટરી ઓડિટર પાસે હિસાબોની સઘન ચકાસણી કરાવવાનો નિયમ લાગુ કરાયો છે. ઓડિટ રિપોર્ટ નિયત પોર્ટલ પર સમયસર અપલોડ કરવામાં નિષ્ફળ રહેનારાઓ સામે કોઈપણ પ્રકારની ઢીલાશ દાખવ્યા વિના સીધા લાયસન્સ સસ્પેન્ડ કે રદ કરવાની કાર્યવાહી હાથ ધરાશે. ગેરકાયદે નાણાકીય વ્યવહારો પર અંકુશ મેળવવા તંત્ર સક્રિય પાટનગર ગાંધીનગરમાં ગેરકાયદેસર અને બિનહિસાબી નાણાકીય લેતી-દેતી પર પૂર્ણ અંકુશ મેળવવાના હેતુથી જિલ્લા રજિસ્ટ્રાર કચેરી દ્વારા આ વિશેષ ઝુંબેશ તેજ કરવામાં આવી છે. તંત્રએ તમામ સાહુકારોને કોઈપણ પ્રકારના વિલંબ વિના પોતાની ઓડિટ કામગીરી પૂર્ણ કરી પોર્ટલ પર ડેટા અપલોડ કરવા આદેશ આપ્યો છે, જેથી લાયસન્સ રદ થવા સહિતની આકરી દંડાત્મક અને કાનૂની કાર્યવાહીથી બચી શકાય.
    Click here to Read More
    Previous Article
    નવીપીપર પાટીયા પાસે તીનપત્તીનો જુગાર ઝડપાયો:પોલીસે દરોડો પાડી 5 શખ્સોને રોકડ સાથે પકડ્યા
    Next Article
    Gujarat Breaking News | 6 વાગ્યા સુધીના તમામ મહત્વના સમાચાર | Top News Of The Day | Gujarat News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment