Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેસુમાં વેપારીના અપહરણનો પ્રયાસ નિષ્ફળ:₹50 લાખની ખંડણી માંગનાર 3 રીઢા આરોપીઓ ઝડપાયા, 2 વોન્ટેડ

    12 hours ago

    સુરત શહેરના અત્યંત પોશ ગણાતા વેસુ વી.આઈ.પી. રોડ પર આવેલા માઇલસ્ટોન સેવન હેવન બિલ્ડિંગમાં રહેતા 40 વર્ષીય વેપારી વિનીત રજનીકાંત દેસાઈનું અપહરણ કરી તેમની પાસેથી ₹50 લાખની જંગી ખંડણી પડાવવાના ગંભીર કાવતરાનો વેસુ પોલીસે પર્દાફાશ કર્યો છે. અગાઉ કોઈ પણ પ્રકારની આર્થિક લેતી-દેતી ન હોવા છતાં ખોટો વ્યવહાર ઊભો કરીને વેપારીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી રહી હતી. અગાઉ દબાણપૂર્વક રોકડ રકમ અને જમીનના કિંમતી દસ્તાવેજો પડાવી લીધા બાદ વધુ ₹25 લાખની વસૂલી કરવા આવેલા ત્રણ રીઢા બદમાશોને પોલીસે ફિલ્મી ઢબે રંગેહાથ ઝડપી પાડ્યા છે. ઘર નજીકથી બળજબરીપૂર્વક ગાડીમાં બેસાડી અપહરણ કરવાનો પ્રયાસ કર્યો ગત 27 ઓગસ્ટના રોજ આરોપીઓ ફરી એકવાર વેપારીના નિવાસસ્થાન નજીક ધસી આવ્યા હતા અને બાકીના ₹25 લાખ તાત્કાલિક આપી દેવા માટે દબાણ કરી બળજબરીથી ગાડીમાં બેસાડી અપહરણ કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ દરમિયાન વેસુ પોલીસે અત્યંત સમયસૂચકતા દાખવી મોહીન ઉર્ફે મોઈન હુશેન ચાકી, મોહમ્મદ મસુદ ઉર્ફે મુસા ફન્ડોલે અને ઇમરાન ખાન મુસ્તાક ખાન નામના 3 આરોપીઓની ઘટનાસ્થળેથી જ ધરપકડ કરી લીધી હતી. પોલીસ સ્ટાફ સાથે ઝપાઝપી કરી છૂટવાનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો શંકાસ્પદ હિલચાલ અને અપહરણની ભીતિ જણાતાં વેપારીએ ત્વરિત પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક સાધ્યો હતો. નજીકમાં પેટ્રોલિંગમાં રહેલી વેસુ પોલીસની પીસીઆર વાન ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસને જોતાં જ આરોપીઓએ પોલીસ સ્ટાફ સાથે ઉદ્ધત વર્તન કરી ઘર્ષણમાં ઉતરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે કડક હાથે કામ લઈને તમામને કાબૂમાં લીધા હતા અને વેપારીને સુરક્ષિત મુક્ત કરાવ્યા હતા. મે 2026થી કાવતરું રચી બળજબરીથી વીડિયો અને દસ્તાવેજો પડાવ્યા પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપીઓએ મે 2026 થી આ વ્યવસ્થિત ષડયંત્ર રચ્યું હતું. આરોપીઓ વેપારીને સુરત રેલવે સ્ટેશન પાસે આવેલી અલ ખલીલ હોટલ તેમજ અન્ય સ્થળોએ બોલાવી ધાકધમકી આપતા હતા. આ દરમિયાન આરોપીઓએ વેપારીનો બળજબરીપૂર્વક કબૂલાતનામું કરતો વીડિયો બનાવી લીધો હતો અને તેમની કારમાંથી રોકડા ₹5,000, જમીન સંબંધિત ત્રણ મહત્વની ફાઈલો તેમજ એક્ટિવા વાહનની અસલ આર.સી. બુક પડાવી લીધી હતી. મુંબઈના અન્ય 2 આરોપીઓની શોધખોળ તેજ આ સનસનાટીભર્યા મામલે વેસુ પોલીસે ગુનો દાખલ કરીને આગળની તપાસ પીએસઆઈ એ.કે. ચૌધરીને સોંપી છે. આ કાવતરામાં સીધા સંડોવાયેલા અન્ય બે વોન્ટેડ આરોપીઓ બબલુ ઉર્ફે આસીકખાન અને અલ્તાફને ઝડપી પાડવા માટે સુરત પોલીસે અલગ-અલગ ટીમો બનાવી મુંબઈ સહિતના વિસ્તારોમાં શોધખોળ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    સલમાન ખાનનું ખાસ રક્ષાબંધન સેલિબ્રેશન:રાખડીથી સજેલો હાથ ફ્લોન્ટ કર્યો; સગી બહેનો ઉપરાંત એક્ટ્રેસ બીના કાક પણ બાંધે છે રાખડી
    Next Article
    બોટાદ સબ જેલમાં રક્ષાબંધનની ઉજવણી:બહેનોએ બંદીવાન ભાઈઓને રાખડી બાંધી, મુક્તિના આશીર્વાદ આપ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment